ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા વિરુદ્ધ દુષ્કર્મનો આક્ષેપ: યુવતીએ કહ્યું- મારી સાથે સગાઈ કરી, બીજી યુવતી સાથે લગ્ન કર્યા
Woman Alligation On Cheteshwar Pujara: ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરૂદ્ધ દુષ્કર્મનો આરોપ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની યુવતીનો દાવો છે કે, ચેતેશ્વર પુજારાના સાળાએ પહેલાં મારી સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતાં. બાદમાં કારણ વિના સગાઈ તોડી દીધી અને હવે જ્યારે હું ફરિયાદ નોંધાવા જવ છું તો આરોપી પોલીસ ક્રિકેટર પુજારાના સાળા હોવાના કારણે પોલીસ મારી ફરિયાદ લેતી નથી. આ સિવાય ચેતેશ્વર પુજારા પણ ફરિયાદ લખાવવાની બાબતે મને ધમકીઓ આપે છે.
શું છે સમગ્ર મામલો?
યુવતીનો દાવો છે કે, મારી સાથે ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સાથે સગાઈ કરાવવામાં આવી હતી. દોઢ વર્ષથી લગ્ન માટે ચેતેશ્વર પૂજારા માટે રાહ જોવાનું કહી રહ્યા હતાં. જીત પાબારી મારા સંપર્કમાં 23 જૂન 2014ના દિવસે આવ્યો હતો. 2021માં અમારા ગોળધાણા થયા હતાં અને 2022માં અમારી સગાઈ થઈ હતી, 2023માં લગ્નની વાત થઈ ગઈ હતી. તેમ છતાં ગત 13 નવેમ્બરે તારીખે તણે કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. પીડિતાએ આરોપ લગાવતા કહ્યું કે, જીત પાબારીએ મને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે અને સગાઈ બાદ મને માર પણ માર્યો હતો.
આ પણ વાંચોઃ ખ્યાતિકાંડના 5 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ, જાણો ક્યાં છુપાયા હતા
ચેતેશ્વર પુજારા પર લગાવ્યા આરોપ
આ સિવાય પીડિતાએ ચેતેશ્વર પુજારા સામે પણ આરોપ લગાવ્યો છે. યુવતીએ ક્રિકેટર પર આરોપ લગાવતા કહ્યું કે, છેલ્લા સાત દિવસથી હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ધક્કા ખાઈ રહી છું. પરંતુ, ચેતેશ્વર પુજારા સેલિબ્રિટી હોવાના કારણે પોલીસ મારી ફરિયાદ નોંધતી નથી. તેમજ ચેતેશ્વર પૂજારા પણ મારા ઘરે આવી મારા દાદા-દાદીને પોલીસ ફરિયાદ ન કરવા બાબતે ધમકાવી ગયાં છે.
પોલીસ પર પણ લગાવ્યા ગંભીર આરોપ
યુવતીએ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસ મારી ફરિયાદ તો લેતી જ નથી, પરંતુ મીડિયા પાસે ન જવા માટે પણ મારી સામે દબાણ કરવામાં આવી રહ્યું છે. મેં માલવિયા ચોકમાં પોલીસે 13 નવેમ્બરે અરજી લખાવી હતી. પોલીસ દ્વારા મને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, અમે આ લગ્ન નહીં થવા દઈએ કારણકે, તેણે તમારી સાથે ખોટું કામ કર્યું છે. પરંતુ, પોલીસે ફક્ત ટાઇમપાસ કર્યો અને ત્યાં લગ્ન પણ પતી ગયાં. આજે પંદર દિવસ થઈ ગયા તેમ છતાં હજુ સુધી એફઆઈઆર નોંધવામાં નથી આવી રહી. તેમજ પોલીસ મને એવું કહે છે કે, તમારી સાથે આવું કંઈ થયું હોય તો તમારા બંનેના વીડિયો બતાવો. પોલીસ હજુ સુધી છોકરાને હાજર નથી કરતી. પોલીસ મને એવું કહે છે કે, આને બળાત્કાર ન કહેવાય અને ફરિયાદ પણ નથી લખતાં.
યુવતીએ જીત પાબારી પર આરોપ મૂકતા કહ્યું કે, સગાઈ બાદ અનેક વાર દુષ્કર્મ તો આચર્યું પરંતુ, મને માર પણ મારતો હતો. હાલ, મારી એટલી જ માગ છે કે, જીત પાબારી પર કાર્યવાહી કરવામાં આવે અને મારી ફરિયાદ નોંધી મને ન્યાય આપવામાં આવે.