Get The App

રાજકોટ અગ્નિકાંડમાં સરકારી અધિકારીઓનો પર્દાફાશ : ગેમ ઝોનને પરમિશન હતી, તંત્રની બેદરકારીએ 28ના જીવ લીધા

Updated: May 29th, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડમાં સરકારી અધિકારીઓનો પર્દાફાશ : ગેમ ઝોનને પરમિશન હતી, તંત્રની બેદરકારીએ 28ના જીવ લીધા 1 - image


Rajkot Game Zone Fire : ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટમાં ડેથ ઝોન બનતા 28 જીંદગીઓ ભરખી ગયો છે. અત્યાર સુધીની જેટલી વિગતો બહાર આવી છે તે ભયાવહ છે. ત્યારે હવે સૂત્રો પાસેથી આ અગ્નિકાંડને લઈને મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં ગેમ ઝોનની પરમિશન તેમજ રાજકોટ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને મોટા ખુલાસા થયા છે. 

ગેમ ઝોની પરમિશનને લઈને મહત્ત્વની વાત સામે આવી

રાજકોટમાં અગ્નિકાંડમાં અનેક જીવન દિપ બૂઝાઈ ગયા છે. ત્યારે હવે ગેમ ઝોની પરમિશનને લઈને મહત્ત્વની વાત સામે આવી છે. જેમાં શહેર પોલીસ દ્વારા ગેમ ઝોનની પરમિશન આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ પરમિશનને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓએ અમારી પાસે આવી કોઈ પરમિશનની અરજી ન આવી હોવાની વાત કરી રહ્યા હતા. જો કે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતેથી જે પરમિશન આપવામાં આવી હતી તેની નકલ રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર, શહેર માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર અને સંયુક્ત રાજ્ય વેરા કમિશનર જીએસટી વિભાગને પણ મોકલવામાં આવી હોવાના અહેવાલ છે. 

સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ પોલીસ કમિશનર કચેરીથી યુવરાજસિંહ સોલંકીને તારીખ 27/11/2023ના રોજ પરમિશન આપવામાં આવી હતી.  નોંધનીય છે કે જો અધિકારીઓએ ગેમ ઝોનને પરમિશન આપતા સમયે જો યોગ્ય તપાસ કરી હોત તો 28ના જીવ બચી શક્યા હોત. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. સીટે ત્રણ દિવસની તપાસના અંતે મોડી સાંજે સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. સૂત્રોના મતે, સીટે બે દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા મ્યુનિ,કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાંક  શાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં. 

સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયાં

આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ મુખ્યમંત્રી-ચીફ સેક્રેટરીને અહેવાલ સોંપવામાં આવ્યો હતો. સીટનો પ્રાથમિક અહેવાલ આવે તે પહેલાં જ ચૂંટણી પંચની મજૂરી લઈને સરકારે અગ્નિકાંડમાં જવાબદાર એવાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન, માર્ગ અને મકાન તથા પોલીસ વિભાગનાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયાં છે. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશ્નર તથા મ્યુનિ.કમિશ્નર સહિત ચાર આઈએએસ- આઈપીએસ અધિકારીઓની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે.

રાજકોટ અગ્નિકાંડમાં સરકારી અધિકારીઓનો પર્દાફાશ : ગેમ ઝોનને પરમિશન હતી, તંત્રની બેદરકારીએ 28ના જીવ લીધા 2 - image


Google NewsGoogle News