Get The App

રૂપાલા અને ધાનાણી પાસે નથી કાર, કોંગ્રેસ ઉમેદવારના નામે નથી પોતાનું કોઈ મકાન, જાણો રાજકોટના ઉમેદવારોની સંપત્તિ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
રૂપાલા અને ધાનાણી પાસે નથી કાર, કોંગ્રેસ ઉમેદવારના નામે નથી પોતાનું કોઈ મકાન, જાણો રાજકોટના ઉમેદવારોની સંપત્તિ 1 - image


Lok Sabha Elections 2024 : દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. ત્યારે ગુજરાતમાં સૌથી રસાકસી ભર્યો જંગ રાજકોટ બેઠક પર થવાનો છે. રાજકોટ બેઠક પર ભાજપના પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી ચૂંટણીના મેદાનમાં છે. એક તરફ વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે, તો બીજી તરફ પરેશ ધાનાણીને ક્ષત્રિયોનું સમર્થન મળી રહ્યું છે. આ વચ્ચે રાજકોટ બેઠક પરના ઉમેદવારો ફોર્મ ભરી ચૂક્યા છે. સોગંદનામામાં બંને નેતાઓએ સંપત્તિની માહિતી આપી છે. ત્યારે જાણો આ બંને ઉમેદવારોની સંપત્તિની માહિતી....

ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું સોગંદનામું

  • પરશોત્તમ રૂપાલાએ બી.એસ.સી. અને બી.એડ. સુધીનો કર્યો અભ્યાસ
  • રૂપાલા અને તેમના પત્નીના નામે કુલ 18.52 કરોડની સંપત્તિ
  • રૂપાલાની સહિયારી સ્થાવર અને જંગમ મિલ્કત 17.43 કરોડ રૂપિયા
  • રૂપાલાની વાર્ષિક(2022-23) આવક 15.77 લાખ રૂપિયા
  • પત્ની સવિતાબેનની વાર્ષિક(2022-23) આવક 12.70 લાખ રૂપિયા
  • રૂપાલા હાથ પરની રોકડ રકમ 18.89 લાખ રૂપિયા
  • તેમના પત્નીના હાથ પર 9.13 લાખ રૂપિયાની રોકડ રકમ
  • રૂપાલા પાસે કુલ 2.67 લાખ રૂપિયાની કિંમતનું 45 ગ્રામ સોનું
  • 1.95 લાખની કિંમતનાં 2.958 કિલો ચાંદીના દાગીના
  • 4.07 લાખની કિંમતનાં ચાંદીના વાસણો
  • પત્ની સવિતાબહેન પાસે 81.72 લાખની કિંમતનું 1,390 ગ્રામ સોનું
  • પત્ની પાસે 1.85 લાખ રૂપિયાની કિંમતનાં ચાંદીનાં દાગીના
  • પત્ની પાસે 4.53 લાખની કિંમતનાં ચાંદીનાં વાસણો
  • રૂપાલા પાસે 5.08 કરોડના મ્યુચ્યુઅલફંડ
  • રૂપાલાનાં નામે પોતાનાં સ્વરક્ષણ માટે પરવાનાવાળી 87,500 રૂપિયાની કિંમતની વિદેશી બનાવટની રિવોલ્વર
  • રૂપાલાના નામે બિન ખેતીની જમીન
  • પત્નીના નામે અમરેલીમાં સંયુક્ત ખેતીની જમીન
  • અમદાવાદ અને ગાંધીનગર ખાતે પત્નીનાં નામે જમીન-મકાન
  • રૂપાલા અને તેમના પત્ની નામે એકપણ કાર કે સ્કૂટર નહીં
  • રૂપાલા પાસે પોતાના મુળ ગામ ઈશ્વરિયા ખાતે વારસાગત ખેતીની જમીન અને મકાન
  • તેમના પત્નીના નામે અમદાવાદમાં કેપસ્ટોન ટાવરમાં રૂપિયા 1.69 કરોડની કિંમતની કોમર્શિયલ મિલકત
  • ગાંધીનગરના સેક્ટર 3-ડીમાં પતિ-પત્નીના નામે 1-1 પ્લોટ, જેની અંદાજિત કિંમત રૂપિયા 1.93 કરોડ


કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું સોગંદનામું

  • ધાનાણી દંપત્તિ પાસે 1.25 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત
  • ધાનાણીની કુલ 1 કરોડ 66 લાખની સંપત્તિ
  • તેમના પત્ની વર્ષાબેનની 43.13 લાખની અને પુત્રીઓના નામે 5.37 લાખની મિલકત
  • વર્ષ 2022-23માં તેમની આવક 12.69 લાખ રૂપિયાની હતી
  • ધાનાણી પાસે 55.88 લાખની જંગમ મિલકત અને પત્ની પાસે 28.13 લાખની મિલકત
  • વર્ષ 2022-23માં તેમની પત્નીની આવક 4.49 લાખની હતી
  • ધાનાણી પાસે રૂપિયા 1.40 લાખની રોકડ રકમ
  • તેમના પત્ની પાસે 1.56 લાખ રૂપિયા રોકડ રકમ
  • ધાનાણીનું મેડિક્લેમ છે જેનું પ્રીમિયમ 50,332 રૂપિયા છે
  • ધાનાણીનો એક્સિડેન્ટલ વીમો છે જેનું પ્રીમિયમ 15,749 રૂપિયા છે
  • પરેશ ધાનાણી પાસે વડીલો પાર્જિત 120 ગ્રામ સોનું, જેની કિંમત 7.92 લાખ રૂપિયા
  • તેમના પત્ની પાસે વડીલો પાર્જિત 260 ગ્રામ સોનું, જેની કિંમત 17.16 લાખ રૂપિયા
  • તો એક પુત્રીના નામે 2.64 લાખનું 40 ગ્રામ અને બીજી પુત્રીના નામે 1.32 લાખનું 20 ગ્રામ સોનું 
  • પરેશ ધાનાણી કે તેમના પત્ની પાસે કાર નથી
  • પરેશ ધાનાણીના પુત્રીના નામે એક ટુ-વ્હીલર છે
  • પરેશ ધાનાણીના નામે પોતાનું કોઈ મકાન નથી
  • ધાનાણી પરિવાર પાસે તેમના નામે કોઈ રહેણાંક મકાન નથી
  • પરેશ ધાનાણીના નામે ગાંધીનગર ખાતે પ્લોટ
  • ખેતીની જમીનમાં ચાંચઈ ગામે આવેલ 375 એકર જેની કિંમત 9.72 લાખ
  • ચાંદગઢ ગામે આવેલ જમીન જેની કિંમત 9.30 લાખ
  • અમરેલી ખાતે આવેલ જમીન જેની કિંમત 15 લાખ
  • ચાંચઈ ગામે આવેલ બીજી એક જમીન જેની કિંમત 14.05 લાખ 
  • અમરેલીની અન્ય જમીનની કિંમત 2.07 લાખ દર્શાવાઈ છે
  • તેમની પત્નીના નામે અમરેલીમાં 15 લાખની કિંમતની જમીન
  • ધાનાણીએ તેમના પત્નીને 1.20 લાખની લોન આપી
  • પરેશ ધાનાણીએ ખેતીને પોતાની આવકનો સ્ત્રોત બતાવ્યો
  • તેમની પત્નીને પ્રાઈવેટ ટ્યુશનથી આવત થતી હોવાનું દર્શાવ્યું

Google NewsGoogle News