Get The App

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે લીધો આ મહત્વનો નિર્ણય

રાજકોટ શહેરમાં આવ્યો હતો યુવતીનો રીપોર્ટ પોઝિટિવ

Updated: Dec 23rd, 2022


Google News
Google News
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે લીધો આ મહત્વનો નિર્ણય 1 - image
Image : Wikipidia

રાજકોટ, 23 ડિસેમ્બર 2022, શુક્રવાર

વિશ્વમાં ફરી એક વખત કોરોનાએ માથુ ઉંચકતા ભયાનક પરીસ્થિતિ સર્જાય છે અને આ માટે ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઇ છે.  આ માટે કેન્દ્રએ રાજ્યને સૂચના આપી દીધી છે કે કોઇપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો તેના જીનોમ સિક્વન્સિંગ કરી વેરિએન્ટની તપાસ કરવામાં આવે. કેન્દ્ર સરકારના આ આદેશ આવ્યાના બીજા જ દિવસે રાજકોટ શહેરમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં યુવતીનો રીપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ પોલીસ કમિશનરે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે.

રાજકોટ પોલીસ કમિશનરે લીધો આ નિણર્ય
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આ નિર્ણયમાં રાજકોટ પોલીસ કમિશનર ઓફિસમાં તમામ સ્ટાફે માસ્ક પહેરવા ફરજિયાત કર્યો છે. તમામ સ્ટાફને માસ્ક પહેરીને આવવાનો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આદેશ આપ્યો છે. આ આદેશ બાદ આજે પોલીસ કમિશનરની ઓફીસમાં સ્ટાફ માસ્ક પહેરીને આવ્યા હતા.  

રાજકોટમાં યુવતીનો રીપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
રાજકોટમા ગત 18 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયાથી રાજકોટ પરત આવેલી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ યુવતીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લેબોર્રેટરીમાં મોકલી દેવાયા છે જેથી જાણી શકાય કે કયો વેરિએન્ટ છે.

Tags :