Get The App

PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારી ઊંઘતો હોવાનો VIDEO વાયરલ, ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરુ કરી

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
PGVCL કસ્ટમર કેર સેન્ટરમાં કર્મચારી ઊંઘતો હોવાનો VIDEO વાયરલ, ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરુ કરી 1 - image


Rajkot PGVCL: રાજકોટમાં PGVCLના કસ્ટમર કેરનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં કામ કરતાં કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે રાજકોટના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે. એકબાજુ ગ્રાહકો દ્વારા PGVCLના કસ્ટમર કેર ઑફિસમાં ફોન ન ઉપાડતાં હોવાની ફરિયાદો સામે આવી હતી. બીજી બાજુ રાત્રે કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓ ખુરશી પર ઊંઘ લેતાં ઝડપાયા છે. સમગ્ર મામલે MD એ તપાસના આદેશ આપ્યા છે અને આ ઘટનાની પુષ્ટિ થતાં તમામ કર્મચારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે. 

જવાબદાર લોકો સામે કરાશે કાર્યવાહી

આ વીડિયો રાજકોટ શહેરના કનક રોડ પર આવેલા કસ્ટમર કેરનો હોવાનું સામે આવ્યું છે. પરંતુ, વીડિયો કઈ તારીખનો છે તે વિશે હજુ જાણ થઈ શકી નથી. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર માહિતી વિશે તપાસ બાદ તમામ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

શું છે વીડિયોની હકીકત?

નોંધનીય છે કે, આજથી પાંચ મહિના પહેલાં પણ આ જ પ્રકારનો એક વીડિયો વાયરલ થયો હતો. જોકે, આ વીડિયોની હકીકત હજુ સામે નથી આવી કે, આ વીડિયો એક-બે મહિના જૂનો છે કે, લેટેસ્ટ છે. જોકે, સમગ્ર મામલાની ખાતાકીય તપાસ દરમિયાન જો કોઈ ગેરરીતિ સામે આવે છે, તો તમામની વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ ભાયલી તળાવના બ્યુટીફિકેશન માટે વિવાદાસ્પદ અગ્રવાલ કન્સ્ટ્રક્શનને રૂ.1.87 કરોડ વધુ ચૂકવી કોન્ટ્રાક્ટ પધરાવી દેવાનો કારસો

મળતી માહિતી મુજબ PGVCL દ્વારા આ કસ્ટમર કેરનો કોન્ટ્રાક્ટ બેસ્ટ એજન્સી નામની પેઢીને આપવામાં આવ્યો હતો. ત્યારે જો સમગ્ર મુદ્દે કોઈ ગેરરીતિ સામે આવે છે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. 


Google NewsGoogle News