રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય, શહેરમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ ગણો દંડ ફટકારાશે

RMCના નિર્ણય બાદ પ્રથમ વખત પશુ પકડાશે તો 3 હજાર, બીજી વખત 4500 અને ત્રીજી વખત પકડાશે તો 6 હજારનો દંડ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય, શહેરમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ ગણો દંડ ફટકારાશે 1 - image



રાજકોટઃ (Rajkot)ગુજરાતમાં રખડતા પશુઓને લઈને હાઈકોર્ટે કડક થઈને તંત્રને કામગીરી કરવાના આદેશો આપ્યા હતાં. (Stray cattle)ત્યાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા રખડતા ઢોરોને પકડીને ઢોરવાડામાં લઈ જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પશુ માલિકો અને પશુઓ પકડનારી ટીમ વચ્ચે માથાકુટ થયાના કિસ્સા પણ સામે આવ્યા હતાં.(RMC) ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. RMCની સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય પ્રમાણે હવે રાજકોટમાં રખડતા પશુઓ પકડાશે તો 3 ગણો દંડ થશે.

રાજ્યમાં રખડતા ઢોરના કારણે અકસ્માતોમાં વધારો થયો 

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય બાદ પ્રથમ વખત પશુ પકડાશે તો 3 હજારના દંડની જોગવાઈ છે. જો બીજી વખત પશુ રખડતું ઝડપાશે તો 4500નો દંડ અને ત્રીજી વખત પશુ પકડાશે તો 6 હજારનો દંડ ફટકારાશે. હવે વ્યક્તિગત ઉપયોગમાં પશુઓ રાખતા પશુપાલકોએ પરમીટ લેવી પડશે. જો દૂધનું વેચાણ કરી ધંધો કરતા હશે તો લાયસન્સ લેવું પડશે અને અરજી કરતા વધારે પશુ હશે તો કાર્યવાહી થશે.રાજ્યમાં ઢોરના કારણે અકસ્માતોમાં વધારો થયો છે.કોર્ટ દ્વારા પણ રખડતા ઢોર પર કાબુ રાખવાનું કહેવામાં આવ્યું છે. એવામાં પાલિકા દ્વારા સખત્ત પગલા લેવામાં આવ્યા છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય, શહેરમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ ગણો દંડ ફટકારાશે 2 - image


Google NewsGoogle News