Get The App

'મારા મોતનું કારણ વાંચજો...', રાજકોટના વિદ્યાર્થીએ સુસાઈડ નોટ બાદ વીડિયો બનાવીને કર્યો આપઘાત

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
'મારા મોતનું કારણ વાંચજો...', રાજકોટના વિદ્યાર્થીએ સુસાઈડ નોટ બાદ વીડિયો બનાવીને કર્યો આપઘાત 1 - image


Motavada School Student Hanged Himself : રાજકોટના લોધીકા તાલુકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને જીનવ ટૂકાવ્યું. વિદ્યાર્થીએ આપઘાત પહેલા વીડિયો ઉતારીને શિક્ષકોના દબાણના કારણે આ પ્રકારનું પગલુ ભર્યું હોવાનું જણાવ્યું. આ સાથે એક સુસાઈડ નોટ પણ વિદ્યાર્થીએ લખી.

શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો

મોટાવડાના શાળાના શિક્ષકે પરીક્ષાના પેપર ચેકિંગને લઈને વિદ્યાર્થીને પોલીસની ઘમકી આપી હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો. વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં ત્રણ શિક્ષકોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શિક્ષિકા મોસમીબહેન, વિભુતિબહેન અને શિક્ષક સચિનભાઈ ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં એક મહિનામાં ગુંડાગીરીના બન્યા ત્રણ મોટા બનાવ, પ્રજામાં ભયનો માહોલ, પોલીસ શું કરી રહી છે?

વિદ્યાર્થીએ આપઘાત પહેલા રડતા-રડતા વીડિયો ઉતારીને આપવીતી જણાવી હતી. આ સાથે તેને આ પગલુ ભરવાને લઈને માતા-પિતાની માફી માગી હતી.

સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ શું લખ્યું

આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા... મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક નહોતો તોઈ મારી ટીચરે મારી સાથે…. મેં સાબિત કરીને બતાવ્યું કે પેપર મેં નથી લખ્યું તો પણ તેણે પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા. અને આવું પહેલીવાર નથી કર્યું. કાલે મેં તેના હાથમાં પેપર આપ્યું હતું તો પણ તેણે મને પોલીસની ધમકી આપી. B.A.ના પેપરમાં બધું સાચું લખ્યું હતું તો પણ કોઈની સાથે ન કર્યું અને મારી સાથે જ આવું કર્યું. મારે 25માંથી 23 માર્ક આવ્યાં હતા તો પણ મારી સાથે તેણે આવું કર્યું.

મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે. જો મમ્મી હું સાચું કહું છું, મારા સમ ખાઈને કહું છું કે પેપર મેં નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે. 

મમ્મી મારા ભાઈબંધ સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું, પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મમ્મી (નામ અવાચ્ય) મારા ભાઈ જેવો છે, માટે તું તેને તારો દીકરો માની લેજે. 

આઈ લવ યુ મોમ એન્ડ પાપા એન્ડ ધવલ માય પરિવાર… બધા ખુશ રહેજો. તારો દિકરો ધ્રુવિલ... મારા ગુરુ સોલંકી સર છે, તેમણે મારો સાથ આપ્યો હતો.


Google NewsGoogle News