અમદાવાદ બાદ રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાયું, હવે 'નિરંજન શાહ સ્ટેડિયમ' તરીકે ઓળખાશે

નિરંજનભાઇ શાહનું સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં મહત્વનું યોગદાન

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
અમદાવાદ બાદ રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાયું, હવે 'નિરંજન શાહ સ્ટેડિયમ' તરીકે ઓળખાશે 1 - image


Rajkot Cricket Stadium Name Change: રાજકોટમાં ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ની AGMની બેઠક થઈ હતી જેમાં કમીટીના હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શહેરના જામનગર રોડ પર સ્થિત ખંઢેરી સ્ટેડિયમના નામને બદલાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ સ્ટેડિયમ   ‘નિરંજન શાહ’ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. 

નિરંજનભાઇ શાહનું સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં મહત્વનું યોગદાન 

નિરજન શાહ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી તેમજ ચાર દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ના સેક્રેટરી રહી ચૂક્યા છે ત્યારે હવે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં નિરંજનભાઇ શાહનું મહત્વનું યોગદાન છે.

નિરંજન શાહની સફર 

રાજકોટમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ લાવવાનો શ્રેય પણ નિરંજન શાહને જાય છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ સુધીની સફરના તેઓ ભાગીદારી રહ્યા હતા. નિરંજન શાહે પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી તરીકે સેવા આપી છે. તો રાજકોટના ગૌરવની જેમ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી તરીકે બે વખત કામ કર્યુ છે. 


Google NewsGoogle News