Get The App

ગોંડલમાં જીગીશા પટેલની ગાંધીગીરીઃ વિરોધીઓને હાર પહેરાવી કર્યું સન્માન

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
ગોંડલમાં જીગીશા પટેલની ગાંધીગીરીઃ વિરોધીઓને હાર પહેરાવી કર્યું સન્માન 1 - image


Gujarat Jigisha Patel: ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હવે રાજકીય અને સામાજિક ઘમાસાણ બની ગયું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલમાં પહોંચ્યા છે. જ્યાં ગણેશ જાડેજાના સમર્થકો બંનેનો પૂરજોશથી વિરોધ કરી રહ્યા છે. વિરોધીઓએ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો પણ કર્યો હતો. આ દરમિયાન હવે જીગીશા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જીગીશા પટેલે વિરોધ કરી રહેલા લોકોને હાર પહેરાવ્યા હતાં. 

ગોંડલમાં જીગીશા પટેલની ગાંધીગીરીઃ વિરોધીઓને હાર પહેરાવી કર્યું સન્માન 2 - image

શું હતી ઘટના? 

ગોંડલ પહોંચ્યા ત્યારથી અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જીગીશા પટેલ દ્વારા વિરોધીઓનો વળતો વિરોધ કરવાની બદલે તેમને હાર પહેરાવી ગાંધીગીરી કરવામાં આવી છે. બીજી બાજું જીગીશા પટેલના સમર્થકો તે હાર પહેરાવતા હતાં ત્યારે 'જય સરદાર'ના નારા લગાવી રહ્યા હતાં. 

આ પણ વાંચોઃ ગોંડલમાં ઘમસાણ : અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો, ગણેશ જાડેજાના પડકાર બાદ પહોંચ્યા હતા

અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો

સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ  પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. હુમલા બાદ અલ્પેશ કથિરિયાએ કહ્યું કે, 'જ્યાં સુધી અમે ગોંડલમાં રહેશું ત્યાં સુધી વિરોધ થશે. આ જ તો મિર્ઝાપુર છે. ગોંડલમાં કોઈ વ્યક્તિ આવવા ન જોઈએ. આવે તો હુમલા કરવાના. તેના માણસો, ગાડી અને પરિવારને નુકસાન કરવાનું. ગોંડલમાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિને અમુક વ્યક્તિઓના ઈશારે નચાવવામાં આવી રહી છે.' 

ચેલેન્જ સ્વીકારી પહોંચ્યા ગોંડલ

રાજકોટના ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગણેશ જાડેજા (ગોંડલ) અને અલ્પેશ કથિરિયા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગોંડલના રાજકારણમાં ગરમાયો આવ્યો છે. ત્યારે MLA પુત્ર ગણેશ જાડેજા બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઈને હવે અલ્પેશ કથિરિયાએ ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી...” આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ.' આજે અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે પહોંચ્યા છે. 

આ પણ વાંચોઃ 'ગોંડલ, સ્વાગતની તૈયારી કરો'.. ગણેશ જાડેજાની ચેલેન્જ સ્વીકારી પાટીદાર યુવાનો પહોંચશે

માનું ધાવણ ધાવ્યાં હોય તો આવી જાઓ મેદાનમાં: ગણેશ જાડેજા

બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ જાડેજાએ ચીમકી ઉચ્ચારતો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ પડકાર આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલ માટે હતો.  ગણેશ ગોંડલે કહ્યું હતું કે હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં જ રહીએ છીએ. માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. મારી ગાડી 2 વાગે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પણ પકડીને બતાવો, હું વાવાઝોડાની જેમ ન આવું તો કહેજો... 200 કિલોમીટર દૂરથી વીડિયો બનાવીને રમત ન રમશો. આ કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, વરૂણ પટેલ, મેહુલ બોઘરા અને જિગીશા પટેલ વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. 

Tags :