Get The App

રાજકોટ, જામનગર સહિત ગુજરાતની 4 બેઠક પર જ્ઞાતિ ગણિત અસરકારક, ભાજપ માટે ટેન્શનની વાત

Updated: May 6th, 2024


Google NewsGoogle News
રાજકોટ, જામનગર સહિત ગુજરાતની 4 બેઠક પર જ્ઞાતિ ગણિત અસરકારક, ભાજપ માટે ટેન્શનની વાત 1 - image


Lok Sabha Elections 2024: સૌરાષ્ટ્ર-કચ્છની કૂલ 8 લોકસભા બેઠક માટે તા.7ને મંગળવારે મતદાન થશે. ચૂંટણીમાં ઉમેદવારની જ્ઞાતિ નેતાઓ માટે અને ટિકિટ આપતી વખતે મોવડી મંડળ માટે મહત્વની રહી છે અને તે જાણતા અજાણતા ચોક્કસ બેઠક પર ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારો મેદાનમાં ઉતારાતા રહ્યા છે ત્યારે આ વખતે ઉમેદવારના પક્ષ,ઈમેજ વગેરે સાથે જો જ્ઞાતિનું પરિબળ અસરકારક બની શકે તો તે ખાસ કરીને રાજકોટ,જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર એ ચાર બેઠક પર તેની સંભાવના જણાઈ છે.

સૌરાષ્ટ્રમાં જ્ઞાતિનું પરિબળ નેતાઓ માટે મહત્વનું

રાજકોટ બેઠક ઉપર ભાજપના પરસોતમ રૂપાલા કડવા પાટીદાર છે, જ્યારે સામે કોંગ્રેસના પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. જ્યારે જામનગરમાં ભાજપના ઉમેદવાર જે સતત ત્રીજી વખત ચૂંટણી લડે છે તે પુનમબેન માડમ આહિર જ્ઞાતિના અને સામે કોંગ્રેસના આ વખતે ઉમેદવાર જે.પી.મારવિયા લેઉઆ પાટીદાર સમાજના છે અને તે કારણે તેને ખોડલધામના ચેરમેને કોંગ્રેસનો આભાર માન્યો હતો. 

જુનાગઢમાં ભાજપના ઉમેદવાર કોળી જ્ઞાતિમાંથી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર આહિર જ્ઞાતિના છે. સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચુંવાળીયા કોળી જ્ઞાતિના છે અને તે મુદ્દે શરુઆતમાં તળપદાં જ્ઞાતિને અન્યાય થયાની વાત કરાઈ હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તળપદા કોળી સમાજમાંથી આવે છે.

નેતાઓ જ્ઞાતિ સંમેલનોથી કરે છે પ્રચાર 

ઉલ્લેખનીય છે કે ખુદ ભાજપના પ્રચારનો કાર્યક્રમ જાહેર થતો તેમાં વિવિધ જ્ઞાતિ સમાજના સંમેલનોમાં હાજરી આપશે તેવા કાર્યક્રમો જ મુખ્ય હતા. ઉપરાંત વિવિધ સમાજના આસ્થા કેન્દ્રોએ દર્શન કરવાનું પણ દરેક પક્ષના ઉમેદવારો ચૂંકતા નથી. પરંતુ, બીજી તરફ એ પણ હકીકત છે કે રાજકોટમાં એક સમયે મીનુ મસાણી જેવા પારસી અને ઉછરંગરાય ઢેબર જેવા નાગર બ્રાહ્મણ પણ સાંસદ તરીકે ચૂંટાયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છની આ ચૂંટણીની વિશેષતા એ છે કે આ વખતે કોંગ્રેસના મતમાં આમ આદમી પાર્ટી ભાગલા પડાવશે નહીં. બન્ને વચ્ચે ગઠબંધન થયું છે. જે અન્વયે એકમાત્ર ભાવનગર બેઠક ઉપર પાર્ટીના ઉમેદવાર છે અને બંન્ને કોળી જ્ઞાતિના છે. 

બાકીની તમામ સીટ ઉપર આ વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ઉલ્લેખનીય છે કે ગત ધારાસભા ચૂંટણીમાં રાજકોટ સંસદીય બેઠકની 7 ધારાસભા સીટ પૈકી 4 ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત મતો ભાજપના કરતા વધારે હતા પરંતુ, મતોના વિભાજનથી ભાજપને તમામ બેઠકો પર જીત મળી હતી.

રાજકોટ, જામનગર સહિત ગુજરાતની 4 બેઠક પર જ્ઞાતિ ગણિત અસરકારક, ભાજપ માટે ટેન્શનની વાત 2 - image


Google NewsGoogle News