ઈન્સ્ટાગ્રામમાં 'તોફાની રાધા' નામથી જાણીતી યુવતીએ રાજકોટમાં જીવન ટૂંકાવ્યું, પિતાને અંતિમ ફોન કરી કહ્યું- હું જાઉં છું
Rajkot Crime: ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા) એ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. રાજકોટની રહેવાસી આ યુવતી પોતાના પરિવારથી અલગ રહેતી અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોથી ખૂબ જ પ્રખ્યાત હતી. થોડા સમય પહેલાં યુવતી ગોવા ફરવા ગઈ હતી. ગોવાથી પરત ફરી રાજકોટમાં તેણે આપઘાત કરી લીધો છે. સમગ્ર મુદ્દે હાલ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ મહાકુંભના છેલ્લા સપ્તાહમાં મુસાફરોની મુશ્કેલી વધી, અમદાવાદથી પ્રયાગરાજ જતી 10 ટ્રેન રદ
પિતાને ફોન કરીને કહ્યું, 'હું જાઉં છું...'
મળતી માહિતી મુજબ, 26 વર્ષીય રાધિકા ધામેચા તેના પિતાથી અલગ રૈયા રોડ પર આવેલી તુલસી માર્કેટ સામે રહેતી હતી. આપઘાત કરતાં પહેલાં રાધિકાએ પોતાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, હું દુનિયા છોડીને જાઉં છું. જોકે, તેના પિતા તેને કંઈ સમજાવી શકે તે પહેલાં જ તેણે આ પગલું ભરી લીધું હગતું. જ્યારે પિતાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી તો દીકરી મૃત હાલતમાં હતી. જોકે, સમગ્ર મુદ્દે હજુ સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ સિવાય તેની પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ પણ નથી મળી. હાલ, પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે સમગ્ર મામલે તપાસ કરતાં રાધિકાના મોતનું કોઈ કારણ સામે ન આવતાં હવે તેનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. રાધિકાના ફોનને FSL માં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે, મોબાઈલ ફોનમાંથી રાધિકાના આત્મહત્યા પાછળનું કારણ સામે આવી શકે છે.