Get The App

VIDEO: ગોંડલમાં બન્યું એશિયાનું પહેલું ડિજિટલ માર્કેટિંગ યાર્ડ, એન્ટ્રી થતાં જ ખેડૂતને મેસેજથી મળશે સંપૂર્ણ માહિતી

ખેડૂતોને માલના વજનથી લઈને વેપારીની સંપૂર્ણ માહિતી ડિજિટલ મળશે

એપીએમસીમાં મોટાભાગનું કામ ટેકનોલોજીથી કરાશે : અધ્યક્ષ

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
VIDEO: ગોંડલમાં બન્યું એશિયાનું પહેલું ડિજિટલ માર્કેટિંગ યાર્ડ, એન્ટ્રી થતાં જ ખેડૂતને મેસેજથી મળશે સંપૂર્ણ માહિતી 1 - image


Gondal APMC Digital Marketing Yard : રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલ માર્કેટ યાર્ડમાં પોતાના કૃષિ ઉત્પાદનો લઈને આવાતા ખેડૂતો માટે રાહત ભર્યા સમાચારની સાથે ગૌરવની વાત પણ સામે આવી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને માલના વજનથી લઈને વેપારીની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે ગોંડલમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં આ સુવિધા શરૂ કરનાર ગોંડલ માર્કેટ યાર્ડ એશિયાનું પ્રથમ ડિજિટલ માર્કેટ બન્યું છે.

બે વર્ષની મહેનત બાદ પ્રોજેક્ટ અમલમાં લવાયો : અધ્યક્ષ

ગોંડલ માર્કેટ યાર્ડના અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે, ‘અમે બે વર્ષ સુધી સખત મહેનત કર્યા બાદ યાર્ડમાં પ્રોજેક્ટનો અમલ કરવામાં સફળ થયા છીએ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડિજિટલ સેવા શરૂ કરનાર માત્ર ભારતની જ નહીં, એશિયાનું પણ પ્રથમ નંબરનું યાર્ડ બની ગયું છે. હવે અમે મોટાભાગનું કામ ટેકનોલોજીથી કરવામાં આવશે. જ્યારે ખેડૂત પોતાનું ખેત ઉત્પાદન લઈ એપીએમસીમાં પ્રવેશશે, ત્યારે તેઓ કેટલો માલ લઈને આવ્યા છે, તેનો તુરંત મેસેજ (Farmer Message) આવી જશે.’

APMCની ઓફિસમાં પેપરલેસ કામગીરી

આ ઉપરાંત ગોંડલ એપીએમસીની મહત્વની વાત એ છે કે, અહીં ઓફિસમાં સંપૂર્ણ પેપરલેસ કામગીરી ચાલે છે તેમજ અહીં કેન્ટીન તેમજ હેસ્ટ હાઉસની પણ સુવિધા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ યાર્ડમાં હવે કાગળની રસીદોને બદલે સંપૂર્ણ ડિજિટલ વ્યવહાર કરવાથી નાણાંની પણ બચત થશે.


Google NewsGoogle News