રાજકોટ અગ્નિકાંડ : દેશમાં કદાચ પ્રથમ વખત આવું બન્યું હશે, SIT વડાનું મોટું નિવેદન
Rajkot Game Zone Fire : રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધી 27ના DNA મેચ થયા છે. 25ના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જ્યારે ત્રણ મૃતદેહના DNA મેચ કરવાના બાકી છે. ત્યારે આજે ગાંધીનગરમાં સવા કલાક ચાલેલી બેઠક મળી હતી. આ બેઠક બાદ SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટુ નિવેદન આપતા કહ્યું હતું કે કે 'અમારી પાસે પ્રાથમિક તપાસના 24 કલાક જ હતા, રાજય સરકારના ઘણા વિભાગો સંકળાયેલા છે. અને તપાસમાં ઘણો સમય માગી લે એમ છે. પરંતુ દેશમા કદાચ પ્રથમ આવું બન્યું હશે કે DNA મેચિંગનું કામ ઝડપથી થયું છે.'
ગાંધીનગરમાં હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી
ગાંધીનગર એફ.એસ.એલ.માંથી DNAનો મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહોને પોતાના સગાઓને સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ મામલે આજે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બીદ.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઘટનાસ્થળે બુલડોઝર ફેરવવાનું કારણ પણ જણાવ્યું
રાજકોટ અગ્નિકાંડમાં SIT વડા સુભાષ ત્રિવેદીએ આજે મોટું નિવેદન આપ્યું હતું કે 'અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બધા જ IAS કે IPS અધિકારીને પૂછપરછ કરવા માટે ગૃહરાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે.' કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે ' જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્ત્વનું હતું, તોડીને નાશ કરવાનો આશય બિલ્કુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ જેના આધારે આપણે DNA લઈ શકીએ. જેથી DNAના આધારે એફએસએલ દ્વારા આ DNAની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશયથી કરવામાં આવ્યુ છે.'
પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા તેની યાદી:
1. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (રાજકોટ)
2. સ્મિત મનીષભાઈ વાળા (રાજકોટ)
3. સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા(રાજકોટ)
4. જીગ્નેશ કાળુભાઈ ગઢવી (રાજકોટ)
5. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર)
6. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (રાજકોટ)
7. આશાબેન ચંદુભાઈ કાથડ (રાજકોટ)
8. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (જામનગર)
9. નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (જામનગર)
10. જયંત અનીલભાઈ ઘોરેચા (રાજકોટ)
11. હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર (રાજકોટ)
12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ)
13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (રાજકોટ)
14. દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા (સુરેન્દ્રનગર)
15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (રાજકોટ)
16. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ગોંડલ)
17. નીરવભાઈ રસિકભાઈ વેકરીયા(રાજકોટ)
18. વિવેક અશોકભાઈ દુસારા (વેરાવળ)
19. ખુશાલી અશોકભાઈ મોડાસિયા(વેરાવળ)
20. ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા (રાજકોટ)
21. હરિતાબેન રતિલલભાઈ સાવલિયા (રાજકોટ)
22. તિશા અશોકભાઈ મોડાસિયા (રાજકોટ)
23. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (રાજકોટ)
24. મિતેષભાઈ બાબુભાઈ જાદવ (રાજકોટ)
25. પ્રકાશ કનૈયાલાલ હિરણ (રાજકોટ)
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડમાં SITની મોટી કાર્યવાહી, 2021થી અત્યાર સુધીના તમામ અધિકારીઓને તેડું