Get The App

'..તો અમારી જવાબદારી રહેશે નહીં', ગેમ ઝોનમાં પ્રવેશનાર લોકો પાસે ફોર્મ પર સહી લઈ લેવાતી હતી

Updated: May 26th, 2024


Google NewsGoogle News
'..તો અમારી જવાબદારી રહેશે નહીં', ગેમ ઝોનમાં પ્રવેશનાર લોકો પાસે ફોર્મ પર સહી લઈ લેવાતી હતી 1 - image


Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરીને તપાસ આદેશ આપ્યા છે. ત્યારે એક તરફ રાજકોટમાં પોતાના સ્વજનનો ગુમાવનારા કેટલાય પરિવાર શોકમાં છે. તેવામાં આ મામલે હવે મોટો ખુલાસો થયો છે. ગેમ ઝોનના માલિકોએ આવી દુર્ઘટના સર્જાય તે માટે પહેલેથી જ છટકબારી શોધી રાખી હતી. ગેમિંગ ઝોનમાં આવતા તમામ લોકો પાસે ફૉર્મ ભરાવવામાં આવતા જતાં જેમાં લખવામાં આવ્યું હતું કે દુર્ઘટના સર્જાય તો માલિક કે સંચાલકોની કોઈ જવાબદારી બનશે નહીં.

શનિવારે ગેમિંગ ઝોનમાં રૂ. 99ની ટિકિટ હતી

રાજકોટમાં શનિવારે બનેલી અગ્નિકાંડની દુર્ઘટનામાં હવે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ગેમ ઝોનમાં શનિવારે આ ગેમિંગ ઝોનમાં 99 રૂપિયાની ટિકિટ રખાઈ હતી જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એન્ટ્રી કરનાર દરેક લોકો પાસેથી એક ફોર્મમાં સહી લેવામાં આવતી હતી. આ ફોર્મમાં ઘણી શરતો રાખવામાં આવી હતી. આ શરતો સ્વીકાર્યા પછી જ લોકોને ગેમ ઝોનની અંદર પ્રવેશ આપવામાં આવતો હતો. 

તો અમારી જવાબદારી રહેશે નહીં...

આ ગેમ ઝોનમાં આવનાર દરેક લોકોને એક ફોર્મ આપવામાં આવતું હતું. જેમાં નામ, મોબાઈલ નંબર, તારીખ તેમજ શરતો વાંચીને નીચે સહીં કરવવામાં આવતી હતી. ફોર્મ ટીઆરપી ગો કાર્ટ્સ એન્ડ પેઈન્ટબોલના નામે છે. આ કાર્ડ પર ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે તમે (લોકો) સહી કરીને અમારી સામે કેસ કરવાનો કાયદેસરનો હક જતો કરો છો. એટલે આ ગેમ ઝોનમાં કોઈ જાતની મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાઈ તો અમારી જવાબદારી રહેશે નહીં.

રાજકોટ અગ્નિકાંડની પળેપળના અપડેટ માટે અહીં ક્લિક કરો

'..તો અમારી જવાબદારી રહેશે નહીં', ગેમ ઝોનમાં પ્રવેશનાર લોકો પાસે ફોર્મ પર સહી લઈ લેવાતી હતી 2 - image


Google NewsGoogle News