Get The App

ફટાકડા કે મીઠાઈઓ લાવવી નહીં...: રાજકોટ અગ્નિકાંડને પગલે જીતની ઉજવણી નહીં કરે ભાજપ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
ફટાકડા કે મીઠાઈઓ લાવવી નહીં...: રાજકોટ અગ્નિકાંડને પગલે જીતની ઉજવણી નહીં કરે ભાજપ 1 - image


Rajkot Game Zone Fire: દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ રાજકોટમાં અગ્નિકાંડના કારણે અનેક પરિવારોમાં માતમ છવાયો છે. આ દરમિયાન ગુજરાત ભાજપે  મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ચોથી જૂને ચૂંટણીના પરિણામના દિવસે જીતની ઉજવણી કરવામાં આવશે નહીં. ભાજપે કાર્યકર્તાઓને સૂચના આપી છે કે, 'ફૂલની પાંદડી-ગુલાલ ઉડાડવા નહીં, એકબીજાને મીઠાઇ ખવડાવી નહીં, ફટાકડા પણ ફોડવા નહીં'

સાદગીથી ઉજવણી કરવા ભાજપની સૂચના

પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોને ઉદ્દેશીને રાજકોટમાં અગ્નિકાંડના પગલે પક્ષના વિજયને સંયમતાથી અને સાદગીથી મનાવવાની સૂચના આપી હતી. વિજય સરઘસ કાઢવા નહીં, ફટાકડા ફોડવા નહીં, એકબીજાને મીઠાઈઓ ખવડાવવી નહીં, ફૂલો અને ગુલાલ ઉડાડીને વિજેતીનું અભિવાદન કરવું નહીં, ઢોલ-નગારા કે ડી.જે વગર ભારત માતા કી જયના નારા સાથે ઉજવણી કરવા સૂચના આપી હતી.

ચાર આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડમાં SITની તપાસ બાદ પ્રાથમિક રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જેના બાદ પોલીસે ગુરૂવારે (30મી મે) ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી, જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓને આજે (31મી મે) કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.



Google NewsGoogle News