Get The App

રાજકોટ અગ્નિકાંડમાં SITની મોટી કાર્યવાહી, 2021થી અત્યાર સુધીના તમામ અધિકારીઓને તેડું

Updated: May 29th, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડમાં SITની મોટી કાર્યવાહી, 2021થી અત્યાર સુધીના તમામ અધિકારીઓને તેડું 1 - image


Rajkot Game Zone Fire News | રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. તાજેતરની માહિતી અનુસાર એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ નવું ફરમાન જાહેર કરતાં 2021થી અત્યાર સુધીના તમામ ક્લાસ 1 ઓફિસર્સને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. 

કોણે કોણે હાજર થવાનું રહેશે? 

અત્યાર સુધીની મળતી માહિતી અનુસાર એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સમક્ષ પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓએ પૂછપરછ માટે હાજર રહેવું પડશે. તેમાં 2021થી અત્યાર સુધી ફરજ પર તહેનાત અધિકારીઓને પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન જાહેર કરાયું છે. બધાને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે. 

રાજકોટ અગ્નિકાંડના મૃતકોના પરિજનોને મૃતદેહ સોંપાયા 

અહેવાલ અનુસાર ડીએનએ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ અત્યાર સુધી 25 જેટલાં પીડિતોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા તેની યાદી:

1. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (રાજકોટ)

2. સ્મિત મનીષભાઈ વાળા (રાજકોટ)

3. સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા(રાજકોટ)

4. જીગ્નેશ કાળુભાઈ ગઢવી (રાજકોટ)

5. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર)

6. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (રાજકોટ)

7. આશાબેન ચંદુભાઈ કાથડ (રાજકોટ)

8. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (જામનગર)

9. નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (જામનગર)

10. જયંત અનીલભાઈ ઘોરેચા (રાજકોટ)

11. હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર (રાજકોટ)

12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ)

13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (રાજકોટ)

14. દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા (સુરેન્દ્રનગર)

15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (રાજકોટ)

16. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ગોંડલ)

17. નીરવભાઈ રસિકભાઈ વેકરીયા(રાજકોટ)

18. વિવેક અશોકભાઈ દુસારા (વેરાવળ)

19. ખુશાલી અશોકભાઈ મોડાસિયા(વેરાવળ)

20. ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા (રાજકોટ)

21. હરિતાબેન રતિલલભાઈ સાવલિયા (રાજકોટ)

22. તિશા અશોકભાઈ મોડાસિયા (રાજકોટ)

23. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (રાજકોટ)

24. મિતેષભાઈ બાબુભાઈ જાદવ (રાજકોટ)

25. પ્રકાશ કનૈયાલાલ હિરણ (રાજકોટ)

આ પણ વાંચો :  દેશમાં કદાચ પ્રથમ વખત આવું બન્યું હશે, SIT વડાનું મોટું નિવેદન

રાજકોટ અગ્નિકાંડમાં SITની મોટી કાર્યવાહી, 2021થી અત્યાર સુધીના તમામ અધિકારીઓને તેડું 2 - image


Google NewsGoogle News