રાજકોટ અગ્નિકાંડ: મનપાના ચાર આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

Updated: May 31st, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડ: મનપાના ચાર આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર 1 - image


Rajkot Game Zone Fire: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ અગ્નિકાંડમાં SITની તપાસ બાદ પ્રાથમિક રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જેના બાદ પોલીસે ગુરૂવારે (30મી મે) ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી, જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓને આજે (31મી મે) કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા અને રોહિત વિગોરા આજે કોર્ટેમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમના 12મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે,'આ લોકો પાસેથી સાચો જવાબ કઢાવવો મુશ્કેલ બની શકે છે. તેથી 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવા મારી વિનંતી છે.'

27 મૃતદેહનાં DNA મેચ થતા પરિવારજનોને​ સોંપાયા

રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 27ના મૃતદેહના DNA મેચ થતા, તે તમામ મૃતદેહને પરિવારજનોને​ સોંપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્યના રાહત કમિશનરે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, 'હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરિવારજનો ગુમ હોવાની ફરિયાદ પેન્ડિંગ નથી અને 27 મતૃદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.' 




Google NewsGoogle News