Get The App

રાજકોટ અગ્નિકાંડ: મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો મળ્યો, રૂ. 5 કરોડ કેશ, 15 Kg સોનું જપ્ત

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડ: મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો મળ્યો, રૂ. 5 કરોડ કેશ, 15 Kg સોનું જપ્ત 1 - image


Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) મનસુખ સાગઠિયાની ઓફિસનું સીલ ખોલતા જ તેમાથી કરોડોનો ખજાનો એસીબીને હાથે લાગ્યો હતો.

પાંચ કરોડ રોકડ અને 15 કિલો સોનું મળ્યું 

મળતી માહિતી અનુસાર, રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે. જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસનું સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો હતો. એસીબીને ઓફિસમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ, ફાયર, ટાઉન પ્લાનિંગ અને R&B વિભાગ જવાબદાર : SITનો રિપોર્ટ

આગાઉ અપ્રમાણસર મિલકત મળી આવી હતી

આગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમ.ડી. મનસુખ સાગઠિયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠિયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. આરોપી સાગઠિયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે. સાગઠિયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.

રાજકોટ અગ્નિકાંડ: મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો મળ્યો, રૂ. 5 કરોડ કેશ, 15 Kg સોનું જપ્ત 2 - image


Google NewsGoogle News