Get The App

ખેડૂતોને વગર વ્યાજે લોન: પાક નુકસાન માટે સરકારની લોલીપોપ સામે રાજકોટની આ બેંકે ખોલી તિજોરી

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ખેડૂતોને વગર વ્યાજે લોન: પાક નુકસાન માટે સરકારની લોલીપોપ સામે રાજકોટની આ બેંકે ખોલી તિજોરી 1 - image


Rajkot District Bank Interest-Free Loan For Farmers : ચોમાસાની સિઝનમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિને લઈને ભારે નુકસાન થયું, આ સાથે રાજકોટ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન, કપાસ વગેરે પાકને ભારે નુકસાન થયું છે, આ સમયે ખેડૂતોને પાક નુકસાની સામે સહાય કરવાની સરકારની લોલીપોપ સામે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેને ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરી છે.  

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનની મોટી જાહેરાત

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા સહિતના અગ્રણી ઉપસ્થિત રહીને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તેવા સમયે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક હંમેશા ખેડૂતોની સાથે રહી છે. જેમાં બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે.


ખેડૂતો માટે વગર વ્યાજે લોનની સહાય

રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત સબાસદોને લઈને આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને એક વર્ષ માટે ઝીરો ટકાના વ્યાજે લોન આપવામાં આવશે. જેમાં 1000 કરોડની લોન ખેડૂતોને વગર વ્યાજે અપાશે. જ્યારે ખેડૂતોને એક હેક્ટર દિઠ 10,000 અને પાંચ હેક્ટર સુધીની સહાય મળશે. આમ આ લાભ આશરે બે લાખ જેટલાં ખેડૂતોને મળશે.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો ખાસ વાંચે : મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની તારીખ લંબાવાઈ

ખેડૂતો અન્ય કોઈ જગ્યાએથી લોન લેવાનું ટાળે

તેમણે જણાવ્યું કે, ખેડૂતો અન્ય કોઈ જગ્યાએથી લોન લેવાનું ટાળે અને અમારી બેંકમાં ખેડૂતો સભાસદ બનીને લોન મેળવી શકશે. જેમાં એક વર્ષમાં લોન પરત કરવાના સમયગાળા માટે એક ખેડૂતને 50 હજાર સુધીની લોન મળશે. જેમાં કોઈ જામીન પણ આપવાની જરૂર રહેશે નહીં.


Google NewsGoogle News