રાજકોટમાં સ્યુસાઈડ નોટ લખી વિદ્યાર્થિની આત્મહત્યા, વડોદરામાં પ્રેમિકાના કારણે પ્રેમીનો આપઘાત
પિતા દિકરી ન સમજતા અને વારંવાર ગુસ્સો કરતાં હોવાનો મૃતક વિદ્યાર્થિની પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
વડોદરામાં પ્રેમીકાની સગાઈ અન્યત્ર થતાં પ્રેમીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, જુનાગઢમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો
અમદાવાદ, તા.12 માર્ચ-2023, રવિવાર
રાજ્યમાં ત્રણ અલગ અલગ અલગ જગ્યાએ આપઘાતની ઘટના બની છે, જેમાં એક સગીરા ઉપરાંત બે યુવકનો મોત નિપજ્યા છે. રાજકોટમાં ધોરાજીમાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ એક સ્યુસાઈડ નોટ લખી છે, જેમાં પિતાથી નારાજ થઈને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે, તો વડોદરાના વાઘોડીયામાં પ્રતાપપુરા ગામમાં યુવકે આપઘાત કર્યો છે. પ્રેમીકા સગાઈ બીજે થઈ જતાં નિરાશ થયેલા યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જ્યારે જુનાગઢના માળીયાહાટીનાં લાઠોદરા ગામમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
આઈ હેટ યુ પાપા... મૃતક યુવતી પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી
રાજકોટમાં ધોરાજીમાં ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પિતાથી નારાજ થઈને આપઘાત કરી લેતા ચકચાક મચી છે. ધોરાજીની રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ ગળે ફાંસો ખાઈની આપઘાત કર્યો છે. મૃતક વિદ્યાર્થીની પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે પિતાથી નારાજ થઈને આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત પિતા તેને દિકરી ન સમજતા હોવાનો અને વારંવાર ગુસ્સો કરતા હોવાથી પણ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીની સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘પપ્પા મારા મરવાનું એક જ કારણ છે કે, તમે મને ક્યારેય પોતાની દિકરી સમજી ન હતી અને બસ ઓર્ડર અને ગુસ્સો કરતા હતા. મારા મરવા પાછળ મને એક બાનો અફસોસ છે, જેમને મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. સોરી ડેડી... આઈ હેટ યુ પાપા... ’
પ્રેમીકાની સગાઈ અન્ય સાથે થતાં પ્રેમીનો આપઘાત
વડોદરામાં એક યુવકે પ્રેમ પ્રકરણના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વાઘોડીયામાં પ્રતાપપુરા ગામમાં રહેતા યુવકે પ્રેમીકાની સગાઈ અન્ય જગ્યાએ થઈ જતા નિરાશ થયો હતો, જેના્ કારણે તેને આપતાઘાત કરી લીધો છે. નિરાશ થયેલા પ્રેમીએ ઝાડ પર ફાંસે ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. તો જુનાગઢમાં એક યુવકો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. માળીયાહાટીના લાઠોદરા ગામમાંથી એક 30 વર્ષિક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને યુવકના મોત અંગેના તપાસ શરૂ કરી દીધી છે.