ગુજરાતમાં CMOમાં રાજીવ ટોપનો કૈલાશનાથનનું સ્થાન લે તેવી અટકળો
CMO Gujarat: ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથનની લાંબી ઈનિંગ પછી અંતે વિદાય લીધી છે. હવે (CMO)માં તેમનું સ્થાન કોણ લેશે એ સવાલ થઈ રહ્યો છે. અત્યારે ઘણાં બધાં નામો ચર્ચાઈ રહ્યાં છે. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાત કેડરના આઈએએસ અધિકારી રાજીવ ટોપનો આ પોસ્ટ મટે પ્રબળ દાવેદાર મનાય છે.
રાજીવ ટોપનો હાલમાં વોશિંગ્ટન ડીસી ખાતે વર્લ્ડ બેન્કમાં એકઝીકયુટિવ ડિરેકટરના સિનિયર એડવાઈઝર છે. પરંતુ રાજીવ ટોપનોની આ પોસ્ટ પર મુદત પૂરી થઈ ગઈ છે. એ જોતાં ટોપનો કૈલાસનાથનના સ્થાને આવે એવી પ્રબળ શક્યતા છે. કૈલાસનાથન (CMO)ના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી હતા પણ આ પોસ્ટ તેમના માટે ખાસ ઊભી કરાઈ હતી. એ જોતાં હવે પછી જેમની નિમણૂક થશે એ મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી હશે.
આ પણ વાંચો: કે. કૈલાશનાથનની ગુજરાતના વહીવટી તંત્રમાંથી વિદાય, સતત 11 વખત મળ્યું હતું એક્સટેન્શન
કે. કૈલાસનાથનની વિદાય પછી હવે CMO)માં ડો. હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠોડએ બે ટોચના અધિકારી છે. અઢિયા અને રાઠોડ બંને નિવૃત્ત આઇએએસ અધિકારી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ પણ છે. પરંતુ કૈલાસનાથનના સ્થાને બંનેમાંથી કોઈને નહીં મૂકાય એવું સૂત્રોનું કહેવું છે. ડો. અઢિયા અત્યારે સીએમઓમાં ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી છે. જ્યારે રાઠોડ પ્રિન્સિપલ એડવાઈઝર છે.