પલસાણામાં દોઢ, ચોર્યાસીમાં અડધો ઇંચ સહિત તમામ તાલુકામાં વરસાદ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
પલસાણામાં દોઢ, ચોર્યાસીમાં અડધો ઇંચ સહિત તમામ તાલુકામાં  વરસાદ 1 - image


- સવારે વરસાદ વરસ્યા બાદ તાપ પડતા નરમ ગરમ દિવસ અનુભવાયો સાંજે ફરી વરસાદનું મોટુ ઝાપટુ પડતા ગરમીથી રાહત

                સુરત

સુરત જિલ્લામાં ધીમીધારે શરૃ થયેલ વરસાદમાં આજે સવારે સર્વત્ર ઓછા વધતા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. સવારે એક કલાક ઠંડક કર્યા બાદ દિવસના ફરી તાપ પડતા શહેરીજનોએ નરમ ગરમ દિવસનો અનુભવ કર્યો હતો.

ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. આ આગાહીના પગલે આજે સવારે વાદળછાયુ વાતાવરણ બન્યુ હતુ. અને સર્વત્ર વરસાદ શરૃ થયો હતો. સવારે ૧૧ થી ૧૨ વાગ્યા સુધીમાં દેમાર વરસાદ ઝીંકાયો હતો. જેમાં પલસાણામાં દોઢ ઇંચ, ચોર્યાસીમાં અડધો ઇંચ બારડોલીમાં ૪ મિ.મિ, સુરત, ચોર્યાસી, મહુવા કામરેજ તાલુકામાં ૨ મિ.મિ વરસાદી પાણી પડયુ હતુ. આમ સર્વેત્ર વરસાદ વરસતા ખેડુતોએ ખેતીપાક માટેની તૈયારીઓ આરંભી દીધી છે.જો કે બપોર પછી ફરી તાપ પડતા ગરમી અનુભવાઇ હતી. અને સાંજે ફરી વરસાદનું મોટુ ઝાપટુ પડતા ઠંડક પ્રસરતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. 


વરસાદી માહોલથી બે દિવસમાં તાપમાન ચાર ડિગ્રી ઘટીને 31.2  ડિગ્રી

      સુરત શહેરમાં વરસાદી માહોલ જામવાની સાથે જ તમામ ઝોનમાં વરસાદ નોંધાતા પ્રસરેલી ઠંડકના કારણે તાપમાનમાં પણ ઘટાડો થઇને ૩૧.૨ ડિગ્રી નોંધાયુ હતુ.હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૧.૨ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૭.૨ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા,હવાનું દબાણ ૧૦૦૦.૨ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમદિશામાંથી કલાકના ૮ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આમ વરસાદી માહોલ જામતા છેલ્લા બે દિવસમાં ચાર ડિગ્રી    જેટલુ તાપમાન ઘટયુ છે.


Google NewsGoogle News