ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર, સિઝનનો કુલ 48.62% વરસાદ, આજે પણ આગાહી

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
Heavy rainfall forecast in Gujarat by IMD
Image : Twitter 

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 206 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધું વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 48.62 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગે (IMD) આજે પણ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, ભાવનગર, સુરતમાં ઓરેન્જ એલર્ટ જ્યારે  દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

• રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં પડેલા વરસાદના આંકડા

ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર, સિઝનનો કુલ 48.62% વરસાદ, આજે પણ આગાહી 2 - image

ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર, સિઝનનો કુલ 48.62% વરસાદ, આજે પણ આગાહી 3 - image

રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 120 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં આજે (24 જુલાઈ) વરસાદના જાહેર થયેલા આંકડા મુજબ સવારે 8 વાગ્યાથી 8 સુધીમાં 120 તાલુકામાં વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરુચના ઝઘડિયા તાલુકામાં નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 11.5 ઈંચ તો પલસાણામાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

• આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા

ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર, સિઝનનો કુલ 48.62% વરસાદ, આજે પણ આગાહી 4 - image

ભરૂચમાં ફુરજા ચાર રસ્તા પર પાણી ફરી વળ્યા

ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ફુરજા ચાર રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ભરુચના હાંસોટમાં 4 ઈંચ, વાલિયામાં 3.5 ઈંચ, ઝઘડિયામાં 3 ઇંચ, અંક્લેશ્વર-નેત્રંગમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. શહેરમાં વહેલી સવારે પડેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા દૂકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાય જતાં લોકોને મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. 

• ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાયો

doswada dam overflow

ભરૂચ ઉપરાંત તાપી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આવતીકાલે (25 જુલાઈ) અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાદ અમરેલી, ભાવનગર અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : સુરતમાં ભજીયાની લારી પર ડ્રગ્સનો વેચાણ કરનારો કમ્યુટર એન્જિનિયર નીકળ્યો, મિત્ર સાથે ધરપકડ 

દ્વારકામાં સિઝનનો 71 ટકા વરસાદ

રાજ્યમાં મંગળવારે (23 જુલાઈ) દેવભૂમિ દ્વારકાના જિલ્લાના દ્વારકામાં બપોરે 12 થી 4 દરમિયાન સવા 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 16 જુલાઈ સુધી દેવભૂમિ દ્વારકામાં 17.42 ઈંચ સાથે સિઝનનો 57.58 ટકા વરસાદ વરસ્યો હતો. આમ, એક સપ્તાહમાં જ દેવભૂમિ દ્વારકામાં 32 ઈંચ સાથે સિઝનનો 71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેના ઉપરથી જ દ્વારકામાં પડેલા વરસાદનો અંદાજ મેળવી શકાય છે. આ ઉપરાંત મંગળવારે કચ્છના માંડવીમાં બે કલાકમાં સવા 2 ઈંચ સહિત 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અન્યત્ર જ્યાં 3.50 ઈંચથી વધુ વરસાદ પડ્યો તેમાં જામનગરના જોડિયા, કચ્છના નખત્રાણા-મુન્દ્રા-રાપર, સુરતના પલસાણા, નવસારીના ખેરગામ, તાપીના દોલવણ અને અમદાવાદના ધોળકાનો સમાવેશ થાય છે.

નવસારીમાં કાવેરી નદીનું જળસ્તર વધતાં સ્થળાંતર 

નવસારી જિલ્લામાં આજરોજ ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. આજરોજ કાવેરી નદીનું લેવલ વધવાના કારણે બીલીમોરા તાલુકાના દેસરા રામજી મંદિર, કુંભારવાડની આસપાસ રેહતા નાગરિકોને  સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.  આ કામગીરીમાં કોઈને જાન હાનિ થયેલ નથી. 30 જેટલા લોકોને દેસરા સ્કૂલમા સહી સલામત રીતે બીલીમોરા નગરપાલીકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી ખસેડવામાં આવ્યા છે અને બીજા લોકોને સ્થળાંતરની કામગીરી હાલ ચાલુ છે.

ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર, સિઝનનો કુલ 48.62% વરસાદ, આજે પણ આગાહી 6 - image


આ પણ વાંચો : રાજકોટમાં ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવાનો 10 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાતા ખળભળાટ

દ્વારકામાં 15 લોકોને એનડી આરએફ દ્વારા રેસ્ક્યુ કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં દ્વારકા જિલ્લાના ગઢેચી ગામેથી મંગળવારે 15 વ્યક્તિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર, સિઝનનો કુલ 48.62% વરસાદ, આજે પણ આગાહી 7 - image

ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર, સિઝનનો કુલ 48.62% વરસાદ, આજે પણ આગાહી 8 - image


Google NewsGoogle News