Get The App

સુરત નવસારી જિલ્લાના 990 ગામોમાં રેઇન હાર્વેસ્ટીંગ બોર બનાવવામાં આવશે

ભવિષ્યમાં પાણીની તંગી નિવારવા આયોજન

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
સુરત નવસારી જિલ્લાના 990 ગામોમાં રેઇન હાર્વેસ્ટીંગ બોર બનાવવામાં આવશે 1 - image



- મોટા ગામોમાં ચાર અને નાના ગામોમાં બે બોર બનાવાશેઃ આ બોરથી વરસાદી પાણી જમીનમાં ઉતરશે તેથી પાણીના સ્તર ઉપર આવશે

        સુરત

ભવિષ્યમાં પાણીની અછત ટાળવા માટે જમીનમાં પાણીના સ્તરમાં સુધારો કરવો જરૃરી છે. આ માટે રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ જ કારગત સાબિત થાય તેમ હોવાથી આજે મળેલી બેઠકમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે સુરત અને નવસારી જિલ્લાના ૯૯૦ ગામોમાં રેઇન હાર્વેસ્ટીંગ બોર બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં મોટા ગામમાં ચાર અને નાના ગામોમાં બે જગ્યાએ બોર બનાવવામાં આવશે.

આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સારી એવી મહેર થઇ છે. જો કે આ પાણી દરિયામાં વહી જાય છે. અને બીજીબાજુ ભૂર્ગભ જળસ્તર દિવસે દિવસે નીચે ઉતરી રહ્યુ છે. આ સ્તર ઉપર લાવવાના ભાગરૃપે આજે સહરા દરવાજા સ્થિત એપીએમસી ખાતે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલની આગેવાનીમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગને લઇને સુરત-નવસારી જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓની એક બેઠક મળી હતી. બેઠકમાં મંત્રીએ જણાવ્યુ હતુ કે ભવિષ્યમાં પાણીની અછત ટાળવા, જમીનમાં પાણીના સ્તરમાં સુધારો કરવા તેમજ વરસાદી પાણીનો સંગ્રહ રેઇન વોટર હાર્વેસ્ટીંગ દ્વારા કરી શકાય છે. આથી આ વર્ષે નવસારી જિલ્લાના ૩૬૦ ગામો અને સુરત પાલિકાના વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારના ૬૩૦ ગામો મળીને કુલ્લે ૯૯૦ ગામોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં મોટા ગામોમાં ચાર અને નાના ગામોમાં ૨ જગ્યાઓ નક્કી કરી બોર બનાવવામાં  આવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ઓલપાડના ૭૫ ગામોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગની પહેલમાં આ ગામોમાં જળસ્તરમાં સુધારો આવ્યો છે. રાજય સરકાર દ્વારા સુકાઇ ગયેલા ૧૦ હજાર જેટલા બોરોને રિર્ચાજ કરવા માટે મંજુરી અપાઇ ચૂકી છે.

સુરત નવસારી જિલ્લાના 990 ગામોમાં રેઇન હાર્વેસ્ટીંગ બોર બનાવવામાં આવશે 2 - image

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીએ જણાવ્યુ હતુ કે વરસાદી પાણીના સંગ્રહ માટેના કેચ ધ રેઇન કાર્યક્રમમાંથી પ્રેરણા લઇને વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને પાણી દરિયામાં વહી જતુ અટકાવવા માટે લોકો જાગૃત બને તે આવશ્યક છે. બેઠકમાં આગામી દિવસોમાં કઇ કઇ જગ્યાએ બોર બનાવવાના છે તેની વિગતો મંગાવાઇ હતી.


Google NewsGoogle News