Get The App

ગુજરાતના આ સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
Rain


Gujarat Rain IMD Forecast : રાજ્યમાં ઑગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે (01 સપ્ટેમ્બરે) 11 જિલ્લામાં અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે (02 સપ્ટેમ્બરે) દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ.

ગુજરાતના આ સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 2 - image

છેલ્લા 24 કલાકમાં નવ તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સુરત સિટીમાં 24 મિ.મી., ભાવનગરમાં 15 મિ.મી., જામનગરના જોડિયા અને સાબરકાંઠાના પોશીનામાં 7 મિ.મી., સુરતના બારડોલીમાં 3 મિ.મી., વલસાડના વાપીમાં 2 મિ.મી., પોરબંદરના રાણાવાવ, મોરબી, વડોદરાના શિનોરમાં 1-1 મિ.મી. વરસાદ ખાબક્યો છે. 

02 સપ્ટેમ્બરની આગાહી 

આવતી કાલે 02 (સપ્ટેમ્બરે) દક્ષિણ ગુજરાત મોટાભાગના સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો : વડોદરા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની અંગે સર્વે હાથ ધરાશે

03 સપ્ટેમ્બરની આગાહી 

03 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટે, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 13 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

04-05 સપ્ટેમ્બરની આગાહી 

04 સપ્ટેમ્બરના દિવસે રાજ્યના 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 13 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : VIDEO : જંગલનો રાજા અચાનક જ રોડ પર આવ્યો, રાહદારીઓના શ્વાસ થંભી ગયા, નાસભાગ મચી

બીજી તરફ, 05 સપ્ટેમ્બરે માત્ર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતના આ સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 3 - image


Google NewsGoogle News