Get The App

જામનગરના એકમાત્ર કાલાવડના નવાગામમાં ધોધમાર સવા ઇંચ વરસાદ

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
જામનગરના એકમાત્ર કાલાવડના નવાગામમાં ધોધમાર સવા ઇંચ વરસાદ 1 - image

image : Filephoto

Jamanar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ આખરે વિરામ રાખ્યો હતો. એકમાત્ર કાલાવડના નવાગામમાં ધોધમાર સવા ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કાલાવડના ખરેડી ગામમાં તેમજ જામજોધપુરના પરડવા ગામમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ બનેલું હતું, અને આકાશમાં વાદળોના આટા ફેરા જોવા મળતા હતા. જોકે બપોરે ફરી આકરો તાપ શરૂ થયો હતો. સાંજે ફરી વાદળો દેખાયા હતા, અને વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા. પરંતુ વાદળો વિખેરાઈ જતા આકાશ ખુલ્લું થયું હતું.

 ગઈકાલે બપોર પછી એક માત્ર કાલાવડ તાલુકાના નવા ગામમાં 28 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જ્યારે કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આઠ મી.મી. તેમજ જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે.


Google NewsGoogle News