અમદાવાદીઓ ક્યારેય નહી ભૂલે આજનો દિવસ: 27 વર્ષ પહેલાં 1 જ દિવસમાં ખાબક્યો હતો 27 ઇંચ વરસાદ
Ahmedabad Rains Record: અમદાવાદમાં જૂન મહિનામાં એક જ દિવસમાં સિઝનના સૌથી 10 ઈંચ વરસાદનો રેકોર્ડ આજથી બરાબર 27 વર્ષ અગાઉ એટલે કે 27 જૂન 1997માં નોંધાયો હતો. જૂન મહિના દરમિયાન અમદાવાદમાં કુલ સૌથી વધુ 28.58 ઈંચ વરસાદ પણ 1997ના વર્ષમાં જ ખાબક્યો હતો. અમદાવાદમાં ધીરે-ધીરે ચોમાસું જામી રહ્યું છે અને અત્યારસુધી અમદાવાદ શહેરમાં સિઝનનો 5.02 ટકા જ્યારે જિલ્લામાં 4.63 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ બરાબર 27 વર્ષ અગાઉ અમદાવાદમાં બારેય મેઘ ખાંઘા થયા હતા. જેના કારણે સમગ્ર અમદાવાદ જળબંબાકાર બની ગયું હતું.
છેલ્લા 10 વર્ષમાં જૂનમાં એક દિવસમાં વધુ વરસાદ
અમદાવાદના ઈતિહાસમાં જૂન મહિનામાં આ પ્રકારનો વરસાદ અગાઉ ક્યારેય પડ્યો નહોતો. છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એકદિવસમાં સૌથી વધુ વરસાદ 5.13 ઈંચ સાથે 25 જૂન. 2015ના રોજ ખાબક્યો હતો. હવે આગામી દિવસોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહે અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં 30 જૂનથી 1 જુલાઈ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા વરસ્યા, 3 કલાકમાં 3 ઇંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાઈ ગયા
આજ સવારથી ગુજરાતમાં વરસાદી માહોલ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. કોડીનારમાં સવા ત્રણ ઈંચ, ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢમાં ત્રણ ઈંચ, દાંતામાં સવા બે ઈંચ, જેતપુરમાં બે ઈંચ, સુત્રાપાડામાં બે ઈંચ, કાલાવડમાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં દોઢ ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત હળવદ, ડભોઈ, છોટા ઉદેપુર, જામનગરના લાલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.