Get The App

જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : સાત પકડાયા, ચાર ફરાર

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : સાત પકડાયા, ચાર ફરાર 1 - image


Jamnagar Gambling Crime : જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં ગઈકાલે રાતે પોલીસે બે સ્થળે જુગાર અંગે દરોડા પાડ્યા હતા, અને સાત આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે ચાર શખ્સો ભાગી છુટ્યા હોવાથી તેઓને ફરાર જાહેર કરાયા છે.

 જામનગર નજીક દરેડ ગામમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા બોબી બલુભાઈ ચૌહાણ, રહીશ રસિદભાઈ, વસીમ શરાઉદ્દીન સૈયદ, જાવેદ શરાફતખાન પઠાણ અને અશરફ ભૂલેખા અબાસી સહિત પાંચ જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 11,250ની રોકડ અને જુગારનો સામાન કબજે કર્યો છે. 

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં એલસીબીની ટુકડીએ ઘોડીપાસાના જુગાર અંગે દરોડો પાડયો હતો. જે દરોડા સમયે નાસભાગ થઈ ગઈ હતી.

 એલસીબીની ટીમે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ઉમંગ પ્રકાશભાઈ ફલિયા, તેમજ તોષીફ સલીમભાઈ કુરેશીની અટકાયત કરી લઈ, બંને પાસેથી 23,700 ની રોકડ રકમ, મોબાઈલ ફોન, અને બાઈક સહિત 58,700 ની માલમતા કબજે કરી લીધી હતી.

 ઉપરાંત આ દરોડા સમયે નીતિન દેવશીભાઈ પરમાર, લાલજી મનસુખભાઈ મકવાણા, હસમુખ મનહરભાઈ પરમાર, અને રોહિત નામનો શખ્સ વગેરે પોલીસને જોઈને ભાગી છુટ્યા હોવાથી ચારેયને ફરાર જાહેર કરાયા છે.


Google NewsGoogle News