ભાવનગર- બોટાદ પંથકમાં ચાર સ્થળે દરોડાઃ 13 જુગારી આબાદ ઝડપાયા
- શહેરના આનંદનગર ઉપરાંત દાઠા, બોટાદ અને મીંગલપુર ગામે પોલીસના દરોડા
- પોલીસે દરોડા દરમિયાન જુગારનું સાહિત્ય અને રોકડા રૂા. 36,800 થી વધુની મત્તા કબજે લીધી
જુગારના પ્રથમ દરોડાની વિગત એવી છે કે, ભાવનગર એલએલસીબીએ ગત મોડી રાત્રિના સુમારે બાતમીના આધારે શહેરના આનંદનગર વિમાના દવાખાના પાસે આવેલ મામાદેવના મંદિર નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં હાથકાપનો હારજીતનો જુગાર રમતા ભરત વલ્લભભાઈ ડાભી (રહે.નવા બંદરરોડ, ભાવનગર), નરેશ કેશાભાઈ બારૈયા (રહે.ખેડૂતવાસ , મફતનગર,ભાવનગર)અને નિલેશ વિજયભાઈ પરમાર(રહે.૫૦ વારિયા , ખેડૂતવાસ,ભાવનગર)ને રોકડા રૂા. ૧૮,૫૦૦ સાથે ઝડપી લીધા હતા.અને ત્રણેય વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધામની કલમ અન્વયે ગુન્હો દાખલ કરાવ્યો હતો. તો, જિલ્લાની દાઠા પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નીચડી ગામમાં જાહેર જગ્યામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા લાલજી ગોબરભાઇ ઢાપા ( રહે.ખંઢેરા,તા. તળાજા ),કિશોર જુંજાભાઈ ઢાપા, વિષ્ણુ ધીરુભાઈ ઢાપા (રહે. બન્ને નીચડી,તા. તળાજા ) અને મુન્ના પ્રેમજીભાઈ ચૌહાણ ( રહે. તળાજા ) ને રોકડા રૂા.૧૧,૦૫૦ સાથે ઝડપી લઇતમામ સામે દાઠા પોલીસમાં જુગારધારાની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો. જયારે, બોટાદ એલસીબીએ બાતમીના આધારે બોટાદના ગાયત્રીનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં બાબ ચાપભાઇ ધાધલ (રહે.ગાયત્રીનગર, બોટાદ),મનુ જાદવભાઇ સરકડીયા (રહે.બોટાદ) તથા પંકજ ગીરધરભાઇ કણઝરીયા(રહે. બોટાદ)ને રોકડા રૂા.૪,૯૩૦ સાથે ઝડપી તમામ વિરૂદ્ધ જુગારધારાની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો. જ્યારે ધોલેરા પોલીસે મીંગલપુર ગામે આવેલ મકવાણાફળીમા દરોડો કરી જુગાર રમી રહેલા દશરથ ભાઈલાલભાઈ મેટાળ ,ગુલાબ મનજીભાઈ કાનાણી (રહે.બન્ને મિંગલપુર, ધોલેરા) તથા ગોપાલ રમેશભાઈ વડાલીયા (રહે. મોટા વરાછા, સુરત)ને રોકડા રૂા.૨,૮૩૦ સાથે ઝડપી લીધા હતા.અને તમા વિરૂદ્ધ જુગારધારાની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.