જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : ત્રણ મહિલા સહિત છ જુગારીઓની અટકાયત
Jamnagar Gambling Crime : જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં પોલીસે ગઈકાલે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ૩ મહિલા સહિત છ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબજે કર્યો છે. જામનગરમાં હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડ વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ત્રણ મહિલાઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે. જ્યારે દરેડ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી ત્રણ જુગારીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.
જામનગરમાં હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડ શેરી નંબર સાતમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ગીતાબેન કાંતિભાઈ જોઈસર, કુસુમબેન દીનેશભાઈ ધારવીયા વગેરે ત્રણ મહિલાઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા 10,250 ની રોકડ રકમ તથા જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો બીજો દરોડો દરેડ 72 ખોલી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી શુભમ પરશુરામ પટેલ, નેહરુ ચંદીયાભાઈ ગુડિયા તેમજ કિશન ઓટાજી ગુજ્જર સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા 2,400 ની રોકડ રકમ કબજે કરી છે.