વડોદરાની હોટેલની રૂમમાં ચાલતા જુગારધામ પર દરોડો : જુગારધામના સંચાલક મેનેજર સહિત આઠ ઝડપાયા
Vadodara Glambling Crime : વડોદરાની આજવા રોડની હોટલમાં રૂમ બુક કરાવી છેલ્લા બે મહિનાથી ચાલતા જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડયો છે. જુગારધામના સંચાલક હોટલના મેનેજર સહિત સાત આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
પીસીબી પોલીસનો આપ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે કારેલીબાગ સ્લમ કોટર્સમાં રહેતો જગદીશ રાજપુત અલગ અલગ લોકોને ભેગા કરી આજવા રોડ કમલાનગર તળાવ પાસે આવેલ સૌજન્ય ત્રિલેક કોમ્પલેક્ષમાં ત્રીજા માળે હોટલ કેમ મેક્સમાં રૂમ બુક કરાવી ઉભા રમાડે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને વેડ કરતાં હોટલની રૂમના બેડ પર લોકો બેસીને જુગાર રમતા હતા. પોલીસે જુગારધામના સંચાલક જગદીશ ભુરાભાઈ રાજપુત સહિત આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જગદીશ રાજપૂતને પૂછતા તેણે જણાવ્યું હતું કે અહીંયા હાજર મયુર ગોવિંદભાઈ મકવાણા હોટલના મેનેજર રાહુલના પરિચયમાં છે જેના મારફતે અગાઉ પણ જુગાર રમવા માટે આભાર નવાર રૂમ બુક કરાવી છે. મયુર તથા હિતેશ તથા સુનીલના નામે રૂમ બૂક કરાવી જુગાર રમવા માટે આવતા વ્યક્તિ દીઠ 300 રૂપિયા લેખે મેનેજર ને આપ્યા છે. છેલ્લા બે મહિનાથી હોટલમાં અવારનવાર જુગાર રમવા માટે આવ્યા છે. જેથી પોલીસે ગુનો દાખલ કરી હોટલના મેનેજર રાહુલ નંદકિશોર દલસાણીયા રહેવાથી સમૃદ્ધિ પાર્ક આજવા રોડ મૂળ રહેવાસી કોટા રાજસ્થાન ની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રોકડા રૂપિયા તથા પાંચ મોબાઇલ અને વાહનો મળી કુલ 2.62 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પકડાયેલા જુગારીઓમાં (1) જગદીશ રાજપુત (2) મયુર ગોવિંદભાઈ મકવાણા (બંને રહે સલામ ક્વાટર્સ કારેલીબાગ ) (3) હિતેશb ઉર્ફે ભુરીઓ ટમાટર મણિલાલ ચૌહાણ (રહે આંબેડકર નગર તુલસીવાડી) (4) દિનેશ બાબુભાઈ (રહે, આનંદ નગર કારેલીબાગ) (5) નિકુંજ કાંતિલાલ અમીન (રહે સયાજી ટાઉનશીપ આજવારોડ) (6) હસમુખ સનાભાઇ સોહેલિયા (રહે, તુલસીવાડી કારેલીબાગ) (7) સુનિલ રમેશભાઈ માળી (રહે, અર્બન રેસીડન્સી વાઘોડિયા રોડ) તથા (8) રાહુલ દલસાણીયાનો સમાવેશ થાય છે.