Get The App

વાઘોડિયા રોડ પર મહિલાના જુગારધામ ઉપર દરોડો,11 જુગારીયા પાસે 2.39 લાખની મત્તા કબજે

Updated: Mar 23rd, 2025


Google News
Google News
વાઘોડિયા રોડ પર મહિલાના જુગારધામ ઉપર દરોડો,11 જુગારીયા પાસે 2.39 લાખની મત્તા કબજે 1 - image


વાઘોડિયા રોડ વિસ્તારમાં જુગાર ધામ ચલાવતી મહિલાના જુગાર ખાના ઉપર પોલીસે દરોડો પાડી મહિલા સહિત 11 જણાને ઝડપી પાડ્યા છે. 

વાઘોડિયા રોડ ના ઉકાજીના વાડીયામાં રહેતી હર્ષા અવિનાશ વીશાવે નામની મહિલા સામે અત્યાર સુધી દારૂ તેમજ અન્ય ગુનાઓ મળી કુલ 70 જેટલા ગુના નોંધાયા છે. મહિલાએ ફરીથી જુગારધામ શરૂ કર્યું હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડી હર્ષા તેમજ બીજા 10 જણાને ઝડપી પાડ્યા હતા. 

પોલીસે જુગારધામમાંથી રૂ 59 હજાર રોકડા, સાત મોબાઈલ અને ત્રણ ટુ-વ્હીલર સહિત કુલ રૂ. 3.39 લાખની મતા કબજે કરી હતી.

Tags :
VadodaraWaghodia-RoadGamblingGambling-Raid

Google News
Google News