Get The App

જામનગરમાં સહેલીઓ સાથે ફિલ્મ જોવા પહોંચ્યા રાધિકા અંબાણી, લોકોની ભીડ ઉમટી

Updated: Jan 25th, 2025


Google News
Google News
જામનગરમાં સહેલીઓ સાથે ફિલ્મ જોવા પહોંચ્યા રાધિકા અંબાણી, લોકોની ભીડ ઉમટી 1 - image


Radhika Ambani  Jamnagar Visit : અનંત અંબાણી અને રાધિકા અંબાણીના તાજેતરમાં જ લગ્ન થયા છે. લગ્ન બાદ અંબાણી પરિવારની પુત્રવધૂ રાધિકા અંબાણી અવાર-નવાર જામનગરની મુલાકાતે આવે છે. ત્યારે શુક્રવારે ફરી એકવાર રાધિકા અંબાણી જામનગરના મહેબાન બન્યા હતા. આ દરમિયાન તે રાત્રિના સમયે મિત્રો સાથે ફિલ્મ નિહાળવા માટે ક્રિસ્ટલ મોલ ખાતે આવેલા થિયેટરમાં પહોંચ્યા હતા. 

રાધિકા અંબાણી ફિલ્મ જોવા આવ્યા હોવાનું લોકોને ખબર પડતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સજ્જડ સુરક્ષા પહેરો હોવાછતાં રાધિકા અંબાણીને જોવા માટે રીતસરની પડાપડી જોવા મળી હતી. ભીડ વધી જતાં આખરે તેમને ફિલ્મ જોયા વિના પરત ફરવું પડ્યું હતું. 

Tags :