અંબાજી મેળામાં ગુગલ મેપથી પદયાત્રી ઈચ્છિત સ્થાન ઉપર પહોંચી શકશે

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
Amabaji Temple


Amabaji Temple: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો માઈભક્તો પદયાત્રા કરીને કે વાહન મારફતે ઉમટે છે. ત્યારે શ્રદ્ધાળુઓને વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને પોતાના મોબાઈલમાં જાણકારી મળી રહે તે માટે ક્યુઆર કોડ જનરેટ કરાયો છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ક્યુઆર કોડ જનરેટ કરાયો

શકિતપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. મેળામાં યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવામાં આવ્યા છે અને એક ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ભાદરવી પૂનમના મહામેળાનું કાઉન્ટડાઉન શરૂ, અકસ્માતના કેસમાં શ્રદ્ધાળુઓને રૂ 3 કરોડનો વીમો મળશે

મોબાઈલમાં વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને જાણકારી મળશે

ગુગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન ઉપર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે. આ કોડ દ્વારા વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને પોતાના મોબાઈલમાં જાણકારી મળી રહે છે. આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબધિત યાત્રિક સુવિધા માર્ગદશકા બ્રોસર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં મેળાનું સમગ્ર લોકેશન, બસોની રૂટ વાઇઝ વ્યવસ્થા, દાન માટેની ઓનલાઇન સુવિધા, પદયાત્રી સંઘો માટેની સુચનાઓ, દર્શન વ્યવસ્થા, આરોગ્ય સંબધિત સેવાઓ, સુરક્ષા સલામતી વિષયક માહિતી, વિસામો, ટોઇલેટ, પગરખાં કેન્દ્ર સાથે સમગ્ર મેળાના વર્ચ્યુઅલ રિયાલિટી દર્શન સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવેલી છે. જેના દ્વારા યાત્રિકો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના મેળાની વ્યવસ્થાઓ માણી શકે છે.

Google NewsGoogle News