Get The App

ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો

Updated: Apr 3rd, 2025


Google News
Google News
ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો 1 - image


PwBD Special Recruitment In Panchayat Department : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની 'ફક્ત દિવ્યાંગ ઉમેદાવારો' માટેની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળે PwBD માટે સીધી ભરતીની સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઇવ શરુ કરી છે, ત્યારે રાજ્યભરમાં અલગ-અલગ પોસ્ટ માટે કુલ 1251 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી 15 એપ્રિલથી 15 મે, 2025 દરમિયાન ભરતીના ફોર્મ ઓનલાઇન ભરવાના રહેશે.

દિવ્યાંગો માટે 1251 જગ્યા પર ભરતી 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે 'ફક્ત દિવ્યાંગ ઉમેદાવારો' માટે 1251 જગ્યા પર ખાસ ભરતીની જાહેરાત કરી છે. જેમાં લેબોરેટરી ટેક્નિશિયનની 43, સ્ટાફ નર્સની 36, વિસ્તરણ અધિકારી(ખેતી)ની 12, પશુધન નિરીક્ષકની 23, આંકડા મદદનીશની 18, જુનિયર ફાર્માસિસ્ટની 43, વિસ્તરણ અધિકારી(સહકાર, ગ્રેડ-2)ની 08, સંશોધન મદદનીશની 05, મુખ્ય સેવિકાની 20, ગ્રામ સેવકની 125, ગ્રામ પંચાયત મંત્રીની 238 જગ્યા સહિત અલગ-અલગ પોસ્ટ માટે કુલ 1251 જગ્યા પર સીધી ભરતી કરાશે. 

ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો 2 - image

આ પણ વાંચો: ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી

દિવ્યાંગ ઉમેદવારોએ ojas.gujarat.gov.in પર 15 એપ્રિલ, 2025થી 15 મે, 2025 દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. વિવિધ પોસ્ટ પર ઉમેદવારોની વયમર્યાદા, શૈક્ષિણક લાયકાત, સહિતની અન્ય માહિતી gpssb.gujarat.gov.in પર મેળવી શકાશે.

ગુજરાતના પંચાયત વિભાગમાં દિવ્યાંગો માટે ભરતીની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ સહિતની વિગતો 3 - image

Tags :