કડીથી બસમાં બેસી વડોદરાના મકરપુરા ડેપો આવેલી મહિલાના રૂ.81 હજારની મતા ભરેલા પર્સની ચોરી
Vadodara : વડોદરા મકરપુરા જીઆઇડીસીમાં કારખાનું ચલાવતા માલિકના માતા કડીથી બસમાં બેસીને મકરપુરા ખાતે આવ્યા હતા. તે દરમિયાન કોઈ ગઠીયા એ તેમની માતાનું સોનાના દાગીના સહિતની રૂ.81 હજારની મતા ભરેલું પર્સ ચોરી કરી લીધું હતું. જેથી કારખાના સંચાલકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા વ્રજ કિતીકુમાર પટેલે ફરીયાદે નોધાવી છે કે હું મકરપુરા જી.આઈ.ડી.સીમા પાર્ક એન્જીનિયરીંગનું કારખાનું ચલાવી મારા પરીવારનું જીવન ગુજરાન ચલાવું છું. મારા માતા સુધાબેન પટેલ લગ્ન પ્રસંગમાં કડી મહેસાણા ખાતે ગયા હતા અને ઓનલાઇન એસ.ટી બસ બુકીંગ કરી ગત 10 ડિસેમ્બરના રોજ કડીથી સવારના એસ.ટી બસમાં બેસી વડોદરા આવવા રવાના થયા હતા. તે વખતે મારા માતા સુધાબેનએ તેઓની બેગમા એક નાનુ પર્સ રાખેલુ હતું. જેમાં એક સોનાનુ ડોકીયુ, 4 સોનાની વીટી, એક સોનાનુ મંગળસુત્ર તથા એક સ્માર્ટ વોચ તથા રોકડા રૂપિયા રાખેલ હતા. ત્યારબાદ મારા માતા સુધાબેન વડોદરા મકરપુરા એસ.ટી. ડેપો ખાતે ઉતર્યો હતા. જેથી હું તેઓને મારી કારમાં લેવા ગયો હતો અને ઘરે આવી મારા માતાએ પોતાના બેગમા રાખેલ પર્સ લેવા જતા મળી આવેલ નહીં. જે પર્સમાં કડીથી વડોદરા મકરપુરા એસ.ટી ડેપો સુધી આવતા રસ્તામાં અથવા મકરપુરા ડેપીમા સોનાના દાગીના સહિતની વસ્તુ મળી 81 હજારની મતદાન ભરેલું પર્સ કોઈ ચોર ચોરી કરી લઇ ગયો હતો. મકરપુરા પોલીસે ડેપોમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.