પૂર્ણેશ મોદીના આવકનો સ્ત્રોત મંત્રીનું ભથ્થું, સંગીતા પાટીલનો સમાજસેવા
- ભાજપ ઉમેદવારોની આવકના અવનવા સ્ત્રોત
- અરવિંદ રાણાએ 17 બેંકમાં 281 થી વધુ એફ.ડીની રસીદો મુકી જેમાં રૃા.77 લાખ છે, 30 કંપનીમાં 21 લાખના શેર
સુરત
વિધાનસભાની ચૂંટણીમાં જે પણ હકીકત હોય તો એફીડેવીટમાં લેખિત સ્વરૃપે રજુ કરવાની હોય છે. જેમાં એક કોલમ વ્યવસાય અથવા ધંધાની લખવાની હોય છે. આવકના સ્ત્રોત પણ લખવાના હોય છે. જેમાં ભાજપના મંત્રીએ લખ્યુ કે મંત્રીના ભથ્થાની આવક તો એક ધારાસભ્યે લખ્યુ સમાજસેવામાંથી આવક.
સુરત પશ્રિમ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી એવા પૂર્ણેશ મોદીએ એફીડેવીટમાં વ્યવસાય અને ધંધાની વિગતો રજુ કરી હતી. જેમાં આવકના સ્ત્રોત અંગે લખ્યુ છે કે, ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા પછી વકીલાત સ્થગિત અને કેબિનેટ મંત્રીને મળવા પાત્ર ભથ્થુ મળે છે. મંત્રીના ભથ્થાને જ આવકનો મુખ્ય સ્ત્રોત દર્શાવ્યો છે.
લિંબાયતના ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલે પણ વ્યવસાય અને ધંધાની વિગતમાં ધારાસભ્ય- સમાજસેવા લખ્યુ છે. આવકના સ્ત્રોતની વિગતમાં પગાર અને અન્ય આવક દર્શાવી છે. આ આવકમાં ધારાસભ્યની પગારની સાથે રૃા.૫૪ લાખ આવક રજુ કરી છે.
જયારે ભાજપના જ સુરત પૂર્વના ઉમેદવાર અને સીટીંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને તેમની પત્નીના નામે ૨૮૧ એફ.ડીની રસીદ અને ૧૭ બેન્ક એકાઉન્ટ દર્શાવ્યા છે. આ રસીદમાં અંદાજે ૭૭ લાખથી વધુનું રોકાણ છે. જેમાં મ્યુચ્યલ ફંડમાં અરવિંદ રાણાના નામે ૩૩.૫૦ લાખ અને પત્નીના નામે ૨૪.૩૦ લાખ છે. સાથે જ ૩૦ કંપનીના ૨૧ લાખની કિંમતના શેર ધરાવે છે. જયારે તેમની પત્નીએ ૫૮ લાખના શેરમાં રોકાણ કર્યુ છે.
મનુ પટેલ પાસે રૃા.6.72 કરોડની સંપતિ પરંતુ વાહન નથી
સુરત
ઉતર બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર મનુ પટેલે રોકડ, થાપણ, બચત તેમજ સ્થાવર અને જંગમ મિલ્કત મળીને કુલ્લે ૬.૭૨ કરોડની સંપતિના માલિક છે.
છતા તેમને વાહન યોગ ના હોઇ તેમ એફીડેવીટમાં તેમના નામે એક પણ કાર નહીં હોવાનુ દશાવ્યુ
છે. મનુ પટેલ વડનગરની એન.વી.પટેલ સ્કુલમાંથી ધોરણ ૯ પાસ કર્યુ છે
મંત્રી વિનોદ મોરડીયાએ પત્નીને જ રૃા.૩૭.૯૪ લાખની લોન આપી છે
સુરતના
કતારગામ વિધાનસભા બેઠકના સીટીંગ ધારાસભ્ય વિનુ મોરડીયાએ આવકવેરામાં ૧૬.૪૭ લાખની આવક
દર્શાવી છે. વિનોદ મોરડીયાએ એફીડેવીટમાં લોન, જવાબદારીના કોલમમાં પરિવાર મિત્રોને દોઢ કરોડ
જેટલી માતબર રકમની લોન આપી છે. જેમાં પત્ની ગીતાબેન વિનોદ મોરડીયાને ૩૭.૯૪ લાખની માતબર
લોન આપી છે. આમ ઘરમાંને ઘરમાં જ લોન આપવામાં આવી છે.