જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાતાં ખેડૂતો ખુશખુશાલ
Hapa Marketing Yard : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે તા.14 નવેમ્બરના રોજ સરકારની ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભ પ્રારંભ જામનગરના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ મારફતે સવારે 9 વાગ્યાથી થયો હતો.
જેમાં જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા, તથા માર્કેટ યાર્ડના પ્રમુખ મુકુંદભાઈ સભાયા હાજર રહ્યા હતા, તેઓની ઉપસ્થિતિમાં જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ દ્વારા મગફળીની ટકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરી દેવાયો છે.
જેમાં મગફળી ખરીફ 24 નું સમર્થન મૂલ્ય 6783 પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરાયું છે. આ ઉપરાંત સોયાબીન ખરીફ-24 માટે સમર્થન મૂલ્ય 4,892 પ્રતિક કવીંટલ, અડદ ખરીફ-24 માટે 7,400 પ્રતિ કવીંટલ તેમજ મગ ખરીફ માટે 8682 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરાયા છે. અને સ્થળ પર જ લેબોરેટરી ટેસ્ટિંગ કરીને ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે.