Get The App

પંજાબમાં ખંડણી અને ગુનાઇત કૃત્યોમાં સંડોવાયેલી જીવન ફૌજીના સાગરીતને પંજાબ પોલીસ લઇ ગઇ

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
પંજાબમાં ખંડણી અને ગુનાઇત કૃત્યોમાં સંડોવાયેલી જીવન ફૌજીના સાગરીતને પંજાબ પોલીસ લઇ ગઇ 1 - image

વડોદરાઃ જીવન ફૌજીની ગેંગના ઇશારે કામ કરતા સુનિલ મશીહ વેપારી પાસે ખંડણી વસૂલવાના અને ફાયરિંગના બનાવ બાદ વડોદરામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાથી પંજાબ પોલીસની અપીલ થી વડોદરા પોલીસે તેને ઇનઆેર્બિટ મોલમાંથી ઝડપી પાડ્યો હતો.જે આરોપી જર્મનીથી ઓપરેટ થતી જીવન ફૌજીની ગેંગના ઇશારે કામ કરતો હોવાની વિગતો ખૂલી હતી.પંજાબ પોલીસ આજે તેને વડોદરા આવીને લઇ ગઇ હોવાની માહિતી મળી છે.પંજાબ પોલીસ તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરનાર છે.

તો બીજીતરફ વડોદરા શહેરમાં 13 સિક્યુરિટી એજન્સી સામે કાર્યવાહી કરનાર એસઓજીને સ્થાનિક  પોલીસે તપાસમાં સાથે નહિ રાખતાં સિક્ર્યુરિટીના  સ્વાંગમાં છુપાયેલો ગંભાર ગુનાનો આરોપી પકડાઇ ગયો ત્યારબાદ જાણ થઇ હતી. જેથી એસઓજીએ મરીન સિક્યુરિટી એજન્સીના ફિલ્ડ ઓફિસર અને સુપરવાઇઝર સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

ફાયરિંગના  બનાવમાં પકડાયેલા સુનિલને નશાની આદત,સરકારી હોસ્પિટલની સારવાર લઇ રહ્યો હોવાની માહિતી

ફાયરિંગના બનાવમાં પકડાયેલો સુનિલ નશો કરવાની ટેવવાળો હોવાની પોલીસને માહિતી મળી છે.

જર્મનીથી ઓપરેટ થતી જીવન ફૌજી ગેંગના સાગરીત સુનિલ મશીહને ઝડપી પાડયા બાદ પોલીસે પંજાબ પોલીસ સાથે વાતચીત કરી હતી.જે દરમિયાન તે નશાની ટેવવાળો હોવાની માહિતી મળી હતી.

જો કે લત છોડવા માટે હાલમાં તે સરકારી સારવાર લઇ રહ્યો હોવાની પણ માહિતી મળી છે.પોલીસ દ્વારા તેના અન્ય ગુનાઇત કૃત્યોની પણ પંજાબ પોલીસ પાસે માહિતી માંગવામાં આવી હતી.


Google NewsGoogle News