રંગમતી નદી ઉંડી-પહોળી કરવાના કામનું પુનાની કન્સલ્ટન્ટ ટીમે કર્યું સ્થળ નિરીક્ષણ
Jamnagar : જામનગરની રંગમતી નદીને ઉંડી કરવા અને પહોળી કરવાની કામગીરી માટે ગઈકાલે કન્સલ્ટન્ટની ટીમ પુનાથી જામનગર આવી પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
જામનગરની રંગમતી નદીને ઉંડી ઉતારવા અને પહોળી કરવાનું કામ મહાનગરપાલિકાના નેજા હેઠળ વિવિધ સંસ્થાઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા દરેડ ગામના ખોડિયાર મંદિરથી કાલાવડના નાકા સુધી રંગમતી નદી સુજલામ સુફલામ અન્વયે ઉંડી ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે તેનું નિરીક્ષણ કરવા ગઈકાલે પુનાથી કન્સલ્ટન્ટની ટીમ જામનગર આવી પહોંચી હતી અને દરેડના ખોડિયાર મંદિર અને લાલપુર બાયપાસ સુધી સ્થળ નિરીક્ષણ કરી ડેટા તૈયાર કર્યો હતો. આ સમયે જામનગર મહાનગરપાલિકાના ઈજનેર રાજીવ જાની અને તેની ટીમ પણ સાથે જોડાઈ હતી.