પુણાની મહિલાને અધૂરા માસે જન્મેલી જોડિયા બાળકીના મોત
- ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી : વજન ઓછું, ફેફસામાં હવા ભરાયેલી હતી
સુરત :
પુણાગામ વિસ્તારમાં મહિલાએ ત્રણ દિવસ અગાઉ અધુરા માસે જોડિયા બાળકીઓને જન્મ આપ્યો બાદ બાળકીઓની તબિયત વધુ ખરાબ હોવાથી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન એક પછી એક બન્ને બાળકીઓના મોત નિંપજ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પુણાગામ ખાતે દાનગીગેવ સોસાયટીમાં રહેતા રવિનાબેન રાકેશભાઈ ધામેલીયાએ ત્રણ દિવસ અગાઉ પ્રસૃતિની પીડા ઉપડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં તેણે જોડિયા બાળકીઓને જન્મ આપ્યા હતા.બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે બન્ને નવજાત બાળકીઓને સ્મીમેર હોસ્પિટલના એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરી હતી. જયાં સારવાર દરમિયાન ગત મોડી રાત્રે એક બાળકીનું અને આજે મળસ્કે બીજી બાળકીએ દમ તોડયો હતો. જેથી તેમના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
સ્મીમેર હોસ્પિટલના ડોકટરે જણાવ્યું હતું કે રવિનાને સાતમાં માસે એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૃતિ થતા જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો. બાદ બંને બાળકીઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એક બાળકીઓને વજન ૯૦૦ ગ્રામ અને બીજીનું ૯૦૦ ગ્રામથી થોડુ વધુ વજન હતુ. તેમને શ્વાશ લેવામાં તકલીફ તથા ફેફસામાં પાણી ભરાયેલ હતું અને વજન પણ ઓછું હતું.જેને કારણે બંનેની હાલત ગંભીર હતી. જેથી ડોકટરો તેમને યોગ્ય સારવાર આપતા હતા. જયારે બાળકીના પિતા એમ્બ્રોઇડરી ડિઝાઇનિંગનું કામ કરે છે.
સિવિલમાં
ગાયનેક વિભાગના ડોકટરે કહ્યુ કે,
આજના યુગમાં વર્કિગ વુમન ખુબજ કામ કાજમાં વ્યસ્ત રહેતી હોય છે. જોકે
મહિલાને સાત માસનો ગર્ભ થાય. બાદમાં ગર્ભવતી મહિલાએ લાંબા સમય ઉભા રહેવુ નહી,
વધુ પડતુ માનસિક અને શારીરીક કામ કાજ કરવુ નહી, એટલુ નહી પણ તેમણે નિયમિત ખોરાક, નિયમિત ઉંધ અને પુરતો
આરામ કરવુ જોઇએ, જોકે
તેમણે નિયમિત ડોકટરોની તપાસ કરવવી જોઇએ, આ સહિતની ગર્ભવતી મહિલાએ
જરૃરી તકેદારી રાખવી જોઇએ.