Get The App

પુ. રાજર્ષિ મુનિનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન થયો

Updated: Aug 31st, 2022


Google News
Google News
પુ. રાજર્ષિ મુનિનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન થયો 1 - image


અષ્ટાંગ યોગ દ્વારા સાધકોનાં જીવનમાં આત્મદિપ પ્રગટાવનારા : વિવિધ ક્ષેત્રના રાજકીય, સામાજિક આગેવાનો, અનુયાયીઓ અને સાધકો દ્વારા અશ્રુભીની આંખે અંજલિ

રાજકોટ, : અષ્ટાંગ યોગની સાધના દ્વારા અનેક સાધકોના જીવનને ઉર્ધ્વગામી બનાવવામાં ઉપયોગી પથદર્શક એવા પુ.રાજર્ષિમુનિનું ગઈકાલે નિધન થયા બાદ આજ રોજ લીંબડી નજીકના રાજરાજેશ્વરધામ, જાખણ ખાતે હજારો અનુયાયીની ઉપસ્થિતિમાં સદગતના નશ્વર દેહની અગ્નિસંસ્કાર વિધિ થઈ હતી.

પંચમહાલ લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક અને લાઈફ મિશનના પ્રણેતા પુ. રાજર્ષિ મુની ગઈકાલે 92 વર્ષની જૈફ વફે વડોદરા ખાતે બ્રહ્મલીન થયા બાદ તેમના નશ્વર દેહને આજે અંતિમવિધિ માટે જાખણ નજીક રાજરાજેશ્વરધામ ખાતે લાવવામાં આવતા સંખ્યાબંધ ભાવિકો અંતિમ દર્શન માટે ઉમટયા હતા.

સવારે 11.30 કલાકે જાખણ ગામ ખાતે મંદિરેથી પાલખી યાત્રા નીકળી હતી. હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં રાજરાજેશ્વરધામ, જાખણ ખાતે અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. સામાજિક, રાજકીય અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ અને સાધકોની ઉપસ્થિતિમાં સદગતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં ભળી ગયો હતો.

Tags :