Get The App

PM મોદીના પ્રવાસ વચ્ચે પરેડમાં ફરજ બજાવતાં PSIને હાર્ટએટેક આવતા નીપજ્યું મોત

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
PM મોદીના પ્રવાસ વચ્ચે પરેડમાં ફરજ બજાવતાં PSIને હાર્ટએટેક આવતા નીપજ્યું મોત 1 - image


Narmada News: વડાપ્રધાન મોદી દિવાળીના પાવન પર્વના દિવસે ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન ઘણાં અધિકારીઓ અને પોલીસ જવાનો દિવાળીના દિવસે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. એવામાં આવા જ એક ફરજ બજાવનાર પોલીસ જવાનના ઘરે દિવાળીના દિવસે માતમ છવાઈ ગયો છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન નર્મદાના એકતાનગરના PSI નું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ પીએમના કાર્યક્રમના સુશોભન માટેના ફૂલોમાંથી ઓર્ગેનિક ખાતર બનાવાશે

ફરજ દરમિયાન આવ્યો હાર્ટએટેક

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે એકતા પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મૂળ નર્મદાના રહેવાસી PSI સનભાઈ વસાવા દેડીયાપાડાના વતની છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવનવાર PSI  સનભાઈ વસાવા આ દરમિયાન ફરજ પર હતાં. તેઓ છેલ્લાં બે દિવસથી એકતા પરેડને લઈને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ફરજ બજાવી રહ્યાં હતાં. ઉજવણી પૂર્ણ થયાં બાદ PSI ને હાર્ટએટેક આવ્યો હતો.

આ પણ વાંચોઃ 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર પીએમ મોદીએ લેવડાવ્યા એકતાના શપથ, કહ્યું- 'સરદાર પટેલ દરેક પેઢીને પ્રેરિત કરશે'

પરિવાર શોકમાં ગરકાવ

PSI વસાવાને હાર્ટએટેક આવતાં તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવતા હતાં. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. દિવાળીનો પાવન પર્વે પીએસઆઈના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલ, પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


Google NewsGoogle News