જામજોધપુરના લુવાસર ગામમાં મુખ્ય રોડ પર ખાનગી સોલાર કંપની દ્વારા વિજ થાંભલા ઉભા કરી દેવાતાં વિરોધ કરાયો
Jamnagar : જામજોધપુર તાલુકાના લુવાસર ગામનો મુખ્ય માર્ગ સ્ટેટ હાઇવે સાથે જોડાયેલો છે, ત્યારે રસ્તાની એકદમ કિનારા પર શોલાર કંપનીના પોલ બેસાડવામાં આવતા હોવાથી ગામ લોકોમાં રોષ ફેલાયો છે.
જામજોધપુર તાલુકાના લુવાસર ગામનાં સામાજિક કાર્યકર ભરતભાઈ સી.સંઘાણીએ વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે, કે લુવાસર ગ્રામીય સડક (રસ્તો) સાંકડો છે, ત્યારે સોલાર કંપની દ્વારા રોડની કિનારા પર ઈલે પોલ ઊભા કરી દેવામાં આવ્યાં છે જ્યાં ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતી સેવાઈ રહી છે.
આ બાબતે ગામના સરપંચનો કોન્ટેક કરતા તેના દ્વારા. જામનગર આ આવેલી મકાન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે.
સોલાર કંપની વિજ પોલને રસ્તાની એક કિનારા પર લગાવી રહયા છે. જેથી કોઈ દુર્ઘટના બની શકે, તેવી પરિસ્થિતિ છે. આથી તાત્કાલિક ઉભા કરેલા પોલને ખસેડીને બે ત્રણ ફુટ દુર લગાવવા જોઈએ જેથી કોઈ જાનહાની ન સર્જાય, જેથી કામ કાજમાં ફેર વિચારણા કરી સુધારા કામ આગળ કરવું તેમ પણ જણાવાયું છે.