કોલેજના ઓનલાઈન પ્રવેશના પોર્ટલની ક્ષતિઓ સામે યુનિ.માં વિરોધ, તાળાબંધી
વિદ્યાર્થી પરીષદ દ્વારા દેખવો - સુત્રોચ્ચાર બાદ આવેદન અપાયું : આગામી 48 કલાકમાં ઓનલાઈન પ્રવેશની ક્ષતિઓ દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે : વિદ્યાર્થી કાર્યકરો દ્વારા ચીમકી
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજોમાં એડમિશન માટે સૌ પ્રથમ વખત કેન્દ્રીયકૃત ધોરણે એડમિશન આપવા માટે G-Cas પોર્ટલ શરૂ કરવામાં આવ્યા બાદ અનેક વિદ્યાર્થીઓને ઓનલાઈન એડમિશન લેવામાં થતી હાલાકીનો વિરોધમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા યુનિ. કેમ્પસમાં હલ્લા બોલનો કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓનાં એડમિશન પ્રશ્ને સત્વરે ઉકેલ લાવવાની માંગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનાં પ્રશ્ને દેખાવો અને સુત્રોચ્ચાર બાદ મેઈન બિલ્ડીંગને તાળાબંધી કરી 48 કલાકમાં વિદ્યાર્થીઓના પ્રશ્નનું નિરાકરણ નહી થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
રાજયોનાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજયની તમામ સરકારી યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજમાં કેન્દ્રીયકૃત પ્રવેશ માટે જે પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની ટેકનીકલ ક્ષતિઓ જોવા મળતી હોવાનું જણાવી વિદ્યાર્થી પરીષદ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. કે ઓનલાઈન એડમિશનની આ પ્રક્રિયાથી ગામડાનાં અનેક વિદ્યાર્થી અજાણ હોવાથી કોલેજ પ્રવેશથી વંચિત રહે તેવી સંભાવના છે. (2) એડમિશન ફોર્માં કોઈ ભુલ રહી ગી હોય તો તે સુધારવાનો તેને અવકાશ મળતો નથી. (3) પોર્ટલનું કામ ફક્ત ડેટા એકત્રીતકરણનું રહ્યું છે. જે ડેટા કોલેજને ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ મેરીટનાં કયા માપદંડનાં આધારે પ્રવેશ આપવામાં આવશે તે સ્પષ્ટ થતુ નહી હોવાથી પારદર્શિતા સામે સવાલો ઉભા થાય છે. (4) કોલેજમાં પ્રવેશ મળ્યા બાદ વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોનાં ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવ્યું નથી. જેના કારણે ભુલો થવાની સંભાવના છે. (5) એસએલબી કોલેજોમાં એડમિશન પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. (6) અમુક સ્નાતક અભ્યાસક્રમનાં છેલ્લા પરિણામની પુન: ચકાસણી કે પરિણામો જાહેર કરવાના બાકી છે. તેથી આ પ્રકારનાં વિદ્યાર્થીઓ માટે અલગ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવી જોએ. (7) કઈ કોલેજનું કટઓફ કયાં છે કોલેજોમાં કેટલી બેઠકો અને ફિનાં ધોરણે પણ પોર્ટલ ઉપર દર્શાવવામાં આવ્યા નથી જે વિગતો જાહેર નહી થતાં વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યાં છે.
આ તમામ પ્રશ્નો અંગે રજુઆત કરી સત્વરે જવાબ આપવા જણાવાયું હતું. કુલપતિ ગેરહાજર હવાથી વિદ્યાર્થીઓએ દેખાવો સુત્રોચ્ચાર બાદ કુલપતિ કાર્યાલય સામે લોબીમાં રામધૂન બોલાવી હતી. તેમજ મેઈન બિલ્ડીંગને એક કલાક સુધી વિરોધ દર્શાવ્યા બાદ 48 કલાકમાં ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી આપવામાં આવી હતી.