Get The App

વડોદરા કોર્પોરેશનની હદમાં આવેલા વડદલા ગામના રહીશોને વીજ પુરવઠો નહીં મળતા રસ્તા રોકો આંદોલન

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની હદમાં આવેલા વડદલા ગામના રહીશોને વીજ પુરવઠો નહીં મળતા રસ્તા રોકો આંદોલન 1 - image


Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વધુ સાત ગામનો ઉમેરો થયાને સમય થઈ ગયો છતાં પણ તરસાલી નજીક આવેલા વડદલા ગામનો સમાવેશ વર્ષ 2019/20 થી કરવામાં આવ્યો છે તેમ છતાં હજી પરિસ્થિતિ ગામડા જેવી જ રહી છે વીજ પુરવઠો અવારનવાર ખોરવાઈ જતા આજે વડદલા ગામના રહીશોએ રસ્તા રોકો આંદોલન કરી એમજીવીસીએલના તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા શહેરનો વિસ્તાર અને વસ્તીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી વર્ષ 2019 માં વધારાના સાત ગામનો સમાવેશ કોર્પોરેશનની હદમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ગામોના લોકો પાસેથી વેરાની વસુલાત પણ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાની માંગણી મુદ્દે આંદોલન કર્યું હતું અને વેરો નહીં આપવાની માંગણી કરી હતી, પરંતુ આજે પણ કોર્પોરેશન દ્વારા સાત ગામો પૈકી અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વેરાની વસૂલાત પણ થઈ રહી છે. વડોદરા કોર્પોરેશનની હદમાં તરસાલી નજીક આવેલા વડદલા ગામનો સમાવેશ પણ વર્ષ 2019 થી કરવામાં આવ્યો હતો. આ વિસ્તારનો પણ વિકાસ થઈ રહ્યો છે અનેક સોસાયટી એપાર્ટમેન્ટ પણ બંધાઈ રહ્યા છે ત્યારે પ્રાથમિક સુવિધા મળતી નથી તો બીજી બાજુ વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવેશ થયા છતાં પણ વીજ પુરવઠો જામ્બુવા સબ સ્ટેશનથી આપવામાં આવી રહ્યો છે. જેને કારણે અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો રહે છે જેથી આજે વડદલાના રહીશોએ વીજ પુરવઠો વડોદરા કોર્પોરેશનની હદમાંથી તરસાલી સબ સ્ટેશનમાંથી મળે તેવી માંગણી સાથે રસ્તા રોકો આંદોલન કરી વીજ કંપનીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. 

સ્થાનિક રહીશોએ માંગણી કરી હતી કે વર્ષ 2019 થી વડોદરા કોર્પોરેશનની હદમાં વડદલા ગામ અને તેની આજુબાજુના વિસ્તારનો સમાવેશ થઈ ગયો છે તેમ છતાં હજી વીજ પુરવઠો કોર્પોરેશનની હદમાં આવેલા તરસાલી સબ સ્ટેશનમાંથી આપવામાં આવતો નથી અને જાંબુઆ સબ સ્ટેશન ખાતેથી વીજ પુરવઠો યથાવત ચાલુ રાખ્યો છે જેને કારણે ગામડા જેવી જ પરિસ્થિતિ રહેલી છે. અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે ધંધા રોજગાર પર પણ અસર થઈ રહી છે ત્યારે આ સમગ્ર વિસ્તારને તરસાલી સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો આપવો જોઈએ.


Google NewsGoogle News