'ગુલામ નાગરિકોને ભીખમાં પહેલા વ્યવસ્થા આપો' વડોદરામાં સૈયદ વાસણા રોડ અને નર્મદા કેનાલ પર ફ્લાય ઓવરના કામનો વિરોધ
Vadodara : વડોદરા શહેરના વાસણા રોડ જંક્શન પર ડિમાર્ટ સર્કલ પાસે માત્ર 800 મીટરનો ઓવરબ્રિજ અને ભાયલી કેનાલ પર સાયફન બ્રિજના બદલે ફ્લાય ઓવર બનાવવાના નિર્ણયનો ભાજપના અકોટાના ધારાસભ્ય એ વિરોધ કર્યો હતો તે બાદ પણ કામ શરૂ કરવામાં આવતા આજે ક્રાંતિકારી સેનાના નામથી પહેલા પ્રાથમિક સુવિધા આપો તેવા બેનરો લગાડતા ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરામાં ફ્લાય ઓવર અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે તેને કારણે સ્થાનિક રહીશોની ટ્રાફિક સમસ્યા હલ થવાને બદલે વધુ વિકટ બની રહી છે કેટલાક બ્રિજ તો દુનિયાની આઠમી અજાયબી જેવા બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં વડોદરા શહેરના આઉટર રીંગરોડ પર તો વાહન ચાલકોને પાવાગઢ ચડવા ઉતરવા જેવી પરિસ્થિતિ કરી દીધી છે.
હવે વડોદરા શહેરના આઉટર રિંગ રોડ પર વધુ બે ફ્લાવર તેમજ સમાજ સર્કલ પાસે નવો ફ્લાય ઓવરબ્રિજને વિશ્વામિત્રી નદી પર આવેલા ઊર્મિ બ્રિજ સાથે જોડવાનો કારસો રચવામાં આવ્યો છે તેનો પણ વિવાદ શરૂ થયો છે. ત્યારે વડોદરાના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા કોર્પોરેશન આપી શકતું નથી તે પહેલા નર્મદા કેનાલ પર સાયફન બ્રિજ બનવાને બદલે ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને વાસણા ડીમાર્ટ સર્કલ પાસે ઓછી જગ્યામાં ચાર રસ્તા પર લાઇવ ઓવર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોએ અવારનવાર દેખાવો અને કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી. અનેક સ્થાનિકોએ એકત્ર થઇને પાલિકા કમિશનરની મુલાકાત લઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
દરમિયાનમાં આજે સૈયદ વાસના વિસ્તારમાં ક્રાંતિકારી સેનાના નામથી અને મોદી તરફી અને એન્ટી બીજેપી છે તેવું લખાણ લખી આઝાદ દેશના ગુલામ નાગરિકોને ભીખમાં પહેલા વ્યવસ્થા આપો તેવા લખાણના બેનરો લગાડવામાં આવતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
સૈયદ વાસણા ડી માર્ટ સર્કલ પાસે તો જગ્યા પણ મોટી નથી અને ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેને કારણે સ્થાનિક રહીશોએ અગાઉ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી.