વડોદરામાં બ્રાઇટ સ્કૂલના સંચાલકો દ્વારા એફઆરસીના નિયમ વિરુદ્ધ જઈ વધુ ફી ઉઘરાવતા વિરોધ
Vadodara : વડોદરા વાસણા ખાતે આવેલી બ્રાઇટ સ્કૂલ શાળા પ્રબંધન કમિટીને વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનના આગેવાનોએ આજે રૂબરૂ મળીને એફઆરસી હુકમ મુજબ ફી લેવા માટે રજૂઆત કરી હતી. એફઆરસી સમિતિ દ્વારા કામ ચલાઉ ધોરણે જાહેર કરવામાં આવેલી ફી કરતા રૂપિયા છ થી સાત હજાર જેટલી ફી મરજીયાત પણે શાળાની એપ દ્વારા ઉઘરાવાઇ રહી હોવાની ફરિયાદના આધારે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
શાળા દ્વારા મરજીયાત પણે ઉઘરાવવામાં આવી રહેલી આ ફીના અનુસંધાને શાળા ફક્ત કામ ચલાવ ધોરણે એફઆરસી હુકમ મુજબ જ ફી માટેનો આગ્રહ રાખે એ અંગે વડોદરા પેરન્ટ એસોસિયેશન શાળા પ્રબંધનને રૂબરૂ મળીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે એફઆરસીના નિયમ કરતા વધુ ફી લઈ શકાય નહીં તેમ છતાં બ્રાઇટ સ્કૂલ દ્વારા વધારાની ફી લેવામાં આવે છે. તે તાત્કાલિક અસરથી પરત કરવામાં આવે તે જરૂરી છે.
વડોદરા એસોસિએશનને વાલીઓ દ્વારા મળેલી ફરિયાદ મુજબ એફઆરસી સમિતિ દ્વારા હંગામી ધોરણે જાહેર કરવામાં આવેલી ફી કરતા વધુ રૂપિયા 6 થી 7 હજાર જેટલા મરજીયાત પણે શાળાની એપ દ્વારા ઉઘરાવવામાં આવી રહેલ છે. જે અનુસંધાને શાળા ફક્ત હંગામી એફઆરસી હુકમ મુજબ જ ફીના આગ્રહ માટે રાખવો જોઈએ.