Get The App

સારશ્વતનગરમાંથી પસાર થતો હલાણનો રસ્તો ખુલ્લો કરવા રજૂઆત

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
સારશ્વતનગરમાંથી પસાર થતો હલાણનો રસ્તો ખુલ્લો કરવા રજૂઆત 1 - image


- વઢવાણના નવા 80 ફૂટ રોડની સોસાયટીનો મામલો

- અનુ.જાતિના પરિવારો રસ્તાનો ઉપયોગ કરતા બંધ કરી દીધો હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર : વઢવાણ નવા ૮૦ ફૂટ રોડ પર સારશ્વતનગરમાંથી પસાર થતો હલાણનો રસ્તો ગેરકાયદેસર બંધ કરવામાં આવતા સારશ્વતનગર-૨ના રહીશોએ મામલતદારને લેખિતત રજૂઆત કરી અને હલાણનો રસ્તો ખુલ્લો કરી આપવાની માંગ કરી છે.

વઢવાણ નવા ૮૦ ફૂટ રોડ પર સારશ્વતનગર-૨ (વાસુકીનગર) સોસાયટીમાં આવેલી છે. આ સોસાયટી અને આસપાસની સોસાયટીના રહિશો સારશ્વતનગર-૨ માંથી સારશ્વતનગરમાં પસાર થઈ નવા ૮૦ ફૂટ રોડ તેમજ શહેરના અન્ય રસ્તાઓ તરફ જવા માટે રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તા પર વળાંકમાં અમુક ચોક્કસ જ્ઞાાતિના લોકો દ્વારા વચોવચ્ચ માટી નાંખી હલાણનો રસ્તો બંધ કરી નાખ્યો છે. આ અંગે સોસાયટીઓના રહિશો રજૂઆત કરતા ચાલવા દેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું તેમજ આ અંગે કોઈ અવાજ ઉઠાવે તો તેમની સાથે પણ ગેરવર્તન અને દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સારશ્વતનગર-૨ ના રહિશોએ હલાણનો રસ્તો ખુલ્લો કરી આપવા મામલતદારને લેખિત રજૂઆત કરી છે. 


Google NewsGoogle News