Get The App

વડોદરામાં 15થી વધુ વાર નોટિસ આપવા છતાં માઈકોન લેસર વેલ્ડિંગ ઇજારદારેને બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
વડોદરામાં 15થી વધુ વાર નોટિસ આપવા છતાં માઈકોન લેસર વેલ્ડિંગ ઇજારદારેને બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત 1 - image


Vadodara : પાણી પુરવઠા (ઈલે/મીકે) શાખાની કપુરાઈ ટાંકી ખાતેની પમ્પીંગ મશીનરી, ઇલેક્ટ્રીકલ તથા મિકેનિકલ ઈકવીપમેન્ટનું ઓપરેશન અને મેન્ટેનન્સ તથા પાણી વિતરણના ઝોન પ્રમાણે, વાલ્વ જંકશન સંચાલન કરવાની કામગીરી સહિતનો પાંચ વર્ષ માટે ઈજારો આપવાના કામેના ઈજારદાર મે.માઈકોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીને મંજૂર ટેન્ડરની શરતો અનુસાર કામગીરીમાંથી ટર્મીનેટ કરી બ્લેક લીસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 પાણી પુરવઠા (ઇલે/મીકે) શાખાની કપુરાઈ ટાંકી ખાતેની પમ્પીંગ મશીનરી, ઇલેક્ટ્રીકલ તથા મિકેનિકલ ઈકવીપમેન્ટનું ઓપરેશન અને મેન્ટેનન્સ તથા પાણી વિતરણના ઝોન પ્રમાણે, વાલ્વ જંકશન સંચાલન ક૨વાની કામગીરી સહિતનો પાંચ વર્ષ માટે ઈજારો આપવાના કામે અંદાજીત રકમ રૂ.2,26,32,510 માટે ટેન્ડર મંગાવવામાં આવેલ હતા. છઠ્ઠા પ્રયત્ને આવેલ સીંગલ ઇજારદાર મે.માઈક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીને અંદાજ રૂ.2,26,32,510થી 5.92% ઓછાના રૂ.2,12,91,990ના ભાવપત્રને તા.22.09.2023થી મળેલ મંજૂરી આપવામાં આવી હતી. વર્ક ઓર્ડર આપ્યેથી અત્યાર સુધીના સમયગાળામાં ઇજારદાર દ્વારા કામગીરીમાં જરૂરી મેનપાવર ન રાખવાના કારણે, સમયસર કામગીરીઓ ન કરવાના કારણે તથા મેન્ટેનન્સની કામગીરીઓ બાકી રાખવાના કારણે પાણી વિતરણમાં વિલંબ થવાના અથવા પાણી વિતરણમાં ન કરી શકાય તેવા સંજોગો ઉપસ્થિત થયેલ. ટેન્ડ૨માં દર્શાવ્યા મુજબ ઓપરેશન માટે 20 કર્મચારીઓનો સ્ટાફ રાખવા માટે ઇજારદારને ખાતા દ્વારા 15 ઉપરાંત લેખીત નોટીસ પાઠવી સ્ટાફ પુરતો રાખવા તેમજ મેન્ટેનન્સની તમામ કામગીરીઓ પુરી ક૨વા માટે જણાવવામાં આવેલ હતું. પરંતુ ઇજારદાર દ્વારા કોઈપણ સ્પે૨ મશીનરી કાર્ય૨ત ક૨વામાં આવતી નથી. જેથી, કપુરાઈ ટાંકી ખાતેથી વારંવાર પાણી વિતરણ ખોરવાઈ જાય છે. સદર બાબતે સ્થાનિક સભાસદો દ્રારા વારવાર રજુઆતો કરવામા આવેલ છે. ચાલુ વર્ષના ચોમાસાની ઋતુ પહેલાં વારંવાર લેખિત તથા મૌખિક સૂચના આપવા છતાં ઈજારદાર દ્રારા પ્રિ-મોનસુનની કોઈ પણ કામગીરી ક૨વામાં આવેલ ન હતી. જેથી કોર્પોરેશનની છબી ખરડાય છે.

 ઇજારદારને નોટીસ આપવા છતા તેઓની કામગીરીઓમા કોઈ પણ પ્રકારનો સુધાર થયેલ નથી. ઇજારદારને ટર્મીનેટ કરી બ્લેક લીસ્ટ કરી તેઓના દ્રારા બાકી રાખવામાં આવેલ મેન્ટેનન્સની કામગીરીઓ તેઓના ખર્ચે અને જોખમે અન્ય ઈજારદાર પાસેથી પુરી કરાવવા મંજુરી મળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઈજારદાર મે.માઈક્રોન લેસર વેલ્ડીંગ ટેકનોલોજીના તમામ ચુકવણા સ્થગિત કરી જપ્ત અને 2% EMD ઇએમડીની રકમ જપ્ત ક૨વાની કાર્યવાહી કરવામાં આવશે. જંકશન સંચાલન ક૨વાની કામગીરી સહિતનો પાંચ વર્ષ માટે ઈજારો આપવાના કામ માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા સહની કાર્યવાહી ક૨વામાં આવશે.

નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં યોગ્ય કામગીરી ન કરનાર વાટેક વાબેગને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિએ અભરાઈએ ચઢાવી હતી

કોર્પોરેશનના ઊંચા ભાવના આડેધડ ઇજારા આપ્યા બાદ વારંવાર યોગ્ય કામગીરી થઈ રહી નથી. ત્યારે ઇજારદારને અવારનવાર નોટિસ આપ્યા બાદ તેને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. હાલ સ્થાયી સમિતિમાં ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત આવી છે. તેવી જ દરખાસ્ત અગાઉ નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરનાર વાટેક વાબેગ કંપનીને પણ બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ હતી. ઈજારદાર યોગ્ય રીતે કામગીરી ન કરતા અંદાજે તેને 80થી વધુ વખત નોટિસ આપવામાં આવી હતી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા આ દરખાસ્ત રજૂ કરાઈ હતી પરંતુ તે અંગેનો કોઈ નિર્ણય લીધા વિના દરખાસ્ત અભરાઈ પર ચઢાવી દેવામાં આવી હતી. રાજકીય વર્ગ ધરાવતા ઇજારદારો કરોડો રૂપિયાના કામ લીધા બાદ તેઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? ત્યારે સ્થાયી સમિતિની સંપૂર્ણ ટીમ સામે ફરી એકવાર કામગીરી અંગે શંકા ઊભી થઈ રહી છે.


Google NewsGoogle News